GSTV
Home » News » મહારાષ્ટ્ર : મોટા અને નાના ભાઈનો વિવાદ ફરી વકર્યો, સીટોની વહેંચણી રચશે નવા સમીકરણો

મહારાષ્ટ્ર : મોટા અને નાના ભાઈનો વિવાદ ફરી વકર્યો, સીટોની વહેંચણી રચશે નવા સમીકરણો

મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણી માટે ભાજપ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે સહમતિ સધાઇ નથી. ભાજપ વધારે બેઠકો માટે લોકસભા ચૂંટણીમાં વોટ શેરીંગ વધવાનું લોજીક લગાવે છે. તો બીજી તરફ શિવસેના આરે જમીન વિવાદ, કોંગ્રેસ અને એનસીપી નેતાઓને ભાજપમાં શામેલ કરવા માટે અને રામ મંદિર જેવા મુદા માટે ભાજપને સાઇડલાઇન કરવાની તૈયારી કરી રહ્યું છે.

શિવસેનાને વધુ બેઠકો આપવા માગતી નથી ભાજપ

શિવસેના 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રત્યેકને 135 બેઠકો અને બાકીની  18 સીટો અન્ય સહયોગી પાર્ટીઓ માટે રાખવાની ફોર્મ્યુલા અપનાવી રહી છે. જો કે હવે ભાજપ તેનો સ્વીકાર કરવા માટે તૈયાર નથી. શિવસેનાનાં એક વરિષ્ઠ નેતાએ જણાંવ્યું કે ભાજપ શિવેસાનાને 120 કરતા વધું સીટો આપવા માગતી નથી અને અમે તેને અસ્વીકાર કરીએ છીએ. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ગઠબંધનની જાહેરાત પહેલા ઉદ્ધવ ઠાકરે અને ભાજપ ચીફ અમિત શાહ વચ્ચે વિધાનસભા ચૂંટણીમાં સરખી બેઠકો પર ચૂંટણી લડવા માટે સહમતિ સધાઇ હતી. જો કે ભાજપનાં એક નેતાએ તર્ક આપ્યો કે 2014ની ચૂંટણીની સરખામણીએ આ વર્ષે ચૂંટણીમાં પાર્ટીની વોટ શેરીગ વધી ગઇ છે.

ભાજપનું કહેવું છે કે અમારા નેતા પીએમ મોદીની સાફ છબીને કારણે જ લોકસભા ચૂંટણીમાં શિવસેનાનાં 18 નેતા પોતાની બેઠક સુરક્ષિત રાખી શક્યા છે. તેથી અમને પુરી આશા છએ કે અમને વધારે સીટો મળે. જો કે શિવસેના અનેક મુદ્દે ભાજપને આડેહાથ લઇ રહી છે. કોંગ્રેસ અને એનસીપી નેતાઓ ભાજપમાં શામેલ કરવા માટે અને અયોધ્યામાં રામ મંદિર બનાવવાની ઇચ્છા સાથે શિવસેનાં ભાજપ માટે આક્રમક બની રહ્યુ છએ.  જો કે ભાજપ નેતાઓ આ ને શિવસેનાની પ્રેશર પોલિટીક્સ ગણાવી રહ્યા છે. જેથી કરીને શિવસેના બેઠકોની વહેંચણી માટે બોલબચન કરી શકે .

READ ALSO

Related posts

દુશ્મનોની હવે ખેર નથી, પાકની નાપાક હરકતો પર નજર રાખશે ISROની આ ‘ત્રીજી આંખ’

Bansari

રાજસ્થાનમાં ગહેલોતે જાળવ્યો દબદબો, સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને 961 અને ભાજપને 737 વોર્ડમાં મળી જીત

Mansi Patel

મહારાષ્ટ્રની મોંકાણમાં શિવસેનાની અગ્નિપરીક્ષા, નેતાઓને હવે ભાજપ લાગી રહી છે સારી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!