GSTV
India News Trending

મહારાષ્ટ્ર / એકનાથ શિંદે ફરી ભાજપ પર હાવી, રાઠોડ સામે ચિત્રાને વાંધો

મહારાષ્ટ્રમાં અંતે કેબિનેટ વિસ્તરણ થઈ ગયું અને 18 નવા મંત્રીઓએ શપથ લઈ લીધા. આ શપથવિધીમાં પણ એકનાથ શિંદેનો હાથ ઉપર રહ્યો. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે ફરી ભાજપને નમાવીને પોતાનું ધાર્યું કરાવવામાં સફળ થયા. ભાજપ પોતાની પાસે વધારે ધારાસભ્યો હોવાથી 60 ટકા મંત્રીપદ માંગતો હતો પણ શિંદે પચાસ-પચાસ ટકાની ફોર્મ્યુલા પર અડગ હતા. મંગળવારે ભાજપ-શિંદે જૂથના નવ-નવ ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા તેના પરથી સ્પષ્ટ છે કે, ધાર્યું શિંદેનું થયું છે.

શિંદે સંજય રાઠોડના મુદ્દે પણ ભાજપને નમાવવામાં સફળ થયા છે. રાઠોડ સામે એક યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે શરીર સંબંધ બાંધીને તેને તરછોડી દેવાનો આરોપ હતો.. પૂજા ચવ્હાણ નામની યુવતીએ આપઘાત કરી લીધો હતો. રાઠોડ ઠાકરે સરકારમાં મંત્રી હતા ત્યારે ભાજપે તેમની સામે મોરચો માંડેલો પણ શિંદે સામે તેમનું કશું નથી ચાલ્યું. ભાજપ આ મુદ્દે ચૂપ છે. માત્ર ચિત્રા વાઘે રાઠોડને મંત્રીપદ અપાયું તેની સામે વાંધો લીધો છે. ચિત્રાએ રાઠોડ સામેની લડત ચલુ રાખવાનું એલાન પણ કર્યું છે.

READ ALSO

Related posts

BIG BREAKING: નેપાળના બારા જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માત, 16ના કરૂણ મોત 24 લોકો ઘાયલ

pratikshah

સુએલા બ્રેવરમેને જ ભારત સાથે બ્રિટનના મુક્ત વેપાર કરારનો કર્યો વિરોધ, કહ્યું-દેશમાં ભારતીય ઈમિગ્રન્ટ્સ વધશે

Hemal Vegda

ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે WHOની કામીગીરી સામે ઉઠાવ્યા પ્રશ્નો, દવામાં ખામી હતી તો વપરાશની મંજૂરી કેમ અપાઈ

Hemal Vegda
GSTV