GSTV
Home » News » મહારાષ્ટ્રમાં સત્તા ન મળતાં ભાજપના નેતાઓમાં ડખ્ખા થયા શરૂ, ફડણવીસ સામે મંડાયો મોરચો

મહારાષ્ટ્રમાં સત્તા ન મળતાં ભાજપના નેતાઓમાં ડખ્ખા થયા શરૂ, ફડણવીસ સામે મંડાયો મોરચો

છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રનું રાજ કારણ ચર્ચાના ચકડોળે ચડ્યું છે. મહારાષ્ટ્રમાં સરકાર તો બની ગઇ પરંતુ ભાજપમાં હજુ ડખ્ખા ચાલી રહ્યા છે. વાત જાણે એમ છે કે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ભાજપ નેતા એકનાથ ખડસેની પક્ષ સામેની નારાજગી જાહેર થઈ રહી છે. તેમણે જાહેરમાં નિવેદન આપ્યું છે કે પાર્ટી વિરોધી ગતિવિધી કરનારાઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. પાર્ટી વિરોધી કામ કરનારના નામ મેં ભાજપ પ્રદેશ સમિતિ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ પાસે મોકલ્યા છે. ભાજપના નેતા પંકજા મુંડે તો પહેલાંથી ફડણવીસથી નારાજ છે. સત્તા ગુમાવ્યા બાદ ચૂપ રહેલા નેતાઓ હવે ફડણવીસ સામે બળાપો કાઢી રહ્યાં છે. શરદ પવારે પણ ભાજપની સરકાર ન રચાવા મામલે દોષનો ટોપલો ફડણવીસ પર ઢોળ્યો હતો.

એકનાથ ખડસે અને પંકજા મુંડે વચ્ચે બુધવારે બેઠક યોજાઈ

હાર માટે પાર્ટી નહીં પણ નેતૃત્વ દોષી હોય છે. એકનાથ ખડસેએ આ નિવેદન કરીને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સામે મોરચો ખોલ્યો હોવાનું માનવામાં આવે છે. મહારાષ્ટ્ર બીજેપીના નેતા એકનાથ ખડસે અને પંકજા મુંડે વચ્ચે બુધવારે બેઠક યોજાઈ હતી અને પછી મોટું નિવેદન સામે આવ્યું છે. મહારાષ્ટ્ર ભાજપના આંતરિક રાજકારણમાં મોટી સમસ્યા ઉભી થઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કાકાના દીકરાથી પરલી વિધાનસભાની સીટ હાર્યા પછી ટોચની નેતા પંકજા મુંડે અને ભાજપ વચ્ચે અંતર વધી રહ્યું હોવાના સંકેત મળ્યા છે.

કંઈક મોટી નવાજૂની કરવાના મૂડમાં

પંકજાએ ટ્વિટર પ્રોફાઇલમાંથી બીજેપીનું ટેગ હટાવી દીધું અને રવિવારે ફેસબુક પર પોતાની વ્યથા વ્યક્ત કરતી પોસ્ટ મુકી છે. તેના આ વલણથી લાગે છે કે કંઈક મોટી નવાજુની કરવાના મુડમાં છે. મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં મંત્રી રહી ચુકેલી પંકજાએ પિતા ગોપીનાથ મુંડેની જયંતિ 12 ડિસેમ્બરે બીડના ગોપીનાથગઢમાં સમર્થકોની એક બેઠક બોલાવી છે જેમાં તે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. સમર્થકોનો આરોપ છે કે ઓબીસી વર્ગ તેમજ પાર્ટીમાં નેતૃત્વ પર પુર્ણવિરામ મુકવા ભાજપના જ કેટલાક નેતાઓએ પંકજાને ચૂંટણીમાં હરાવી છે.

Related posts

આજે ભર શિયાળે માવઠાની એન્ટ્રીની આગાહી, આ વિસ્તારોમાં મેઘરાજા બનશે ‘મહા’વિલન

Mayur

મહારાષ્ટ્રમાં છેલ્લા ચાર વર્ષમાં ખેડૂતોની આત્મહત્યાના કિસ્સા વધ્યા, 2019નો આંકડો જાણી કંપારી છૂટી જશે

Mayur

CAA વિરૂદ્ધ વાંધો વ્યક્ત કરનાર યુરોપિયન યુનિયન સામે ભારતે આપી આકરી પ્રતિક્રિયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!