GSTV
Home » News » જેટલી લાંચ લઈ આ ડૉક્ટર જેલમાં ગયો એટલામાં એક કિલો કેરી પણ નથી આવતી

જેટલી લાંચ લઈ આ ડૉક્ટર જેલમાં ગયો એટલામાં એક કિલો કેરી પણ નથી આવતી

આ ઘટના સાંગલી જિલ્લાના કૂર્લાપ ગામની છે. મહારાષ્ટ્ર પોલીસના એન્ટી કરપ્શન બ્યૂરો એટલે કે એલસીબીએ આ કાર્યવાહી કરી છે. જેની સામે કાર્યવાહી થઈ છે તેનું નામ નિતિન ચિવટે છે. પ્રાઈમરી હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસર છે. કોઈએ ફરિયાદ કરી કે ડૉક્ટરે ડાયગ્નોસ કરવા માટે 30 રૂપિયાની લાંચ માગી છે. જ્યારે ખરેખર તો ઈન્જેક્શન લગાવવા માટે 100 રૂપિયાની લાંચ લેવામાં આવતી હતી.

આ એ રકમ છે જેમાં એક કિલો કેરી પણ નથી આવતી. જો કે લાંચ એક રૂપિયાની હોય કે એક કરોડની લાંચ તો લાંચ જ હોય છે. આ હિસાબે આ વ્યક્તિ પર કાયદેસરની કાયદાકિય કાર્યવાહી થઈ. સરકારે આપેલા આદેશ મુજબ, પ્રાઈમરી હેલ્થ સેન્ટરમાં જે પણ ડોક્ટરની નિયુક્તિ કરવામાં આવે છે. તેનું કામ દર્દીઓનો ઈલાજ કરવાનું છે. દવાના બદલામાં પેશન્ટ પાસેથી રૂપિયા લેવામાં નથી આવતા.

ફરિયાદ શું હતી ?

હેલ્થ સેન્ટરમાં આવનારા દરેક પેશન્ટ પાસેથી ડૉક્ટર 30 રૂપિયા લાંચ લેતો હતો. જ્યારે ઈન્જેક્શન લગાવવા માટે 100 રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવતી હતી. ફરિયાદ કરનાર વ્યક્તિ પોતાનો ઈલાજ કરવા માટે ગયો. ડૉક્ટર ચિવટેએ તેની પાસેથી 30 રૂપિયા માગ્યા.

ફરિયાદ કરનારે ડૉક્ટર ચિવટેને પૂછ્યું, આ હેલ્થ સેન્ટર સરકાર તરફથી ચલાવવામાં આવે છે. પછી તેમાં ઈલાજના રૂપિયા લેવાના ક્યાંથી થયા ? આટલું સાંભળીને ડૉક્ટર ગુસ્સે થઈ ગયા. ઈલાજ કરનારા વ્યક્તિએ આ ઘટના બાદ એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ દાખલ કરાવી દીધી. એ પછી ચિવટેની ACBએ ધરપકડ કરી લીધી.

READ ALSO

Related posts

રાહુલે ભાજપના આ સીએમને દેશના સૌથી ભ્રષ્ટ વ્યક્તિ ગણાવ્યા, પીએમને પણ ઝાટક્યા

Nilesh Jethva

Video: વિલિયમ્સે વિરાટ કોહલી સામે આ રીતે લીધો બદલો, આઉટ થતાં જ કર્યો આવો ઇશારો

Bansari

વિધાનસભાના ઘેરાવ સમયે કોંગી નેતાઓની અટકાયત, પોલીસે વોટર કેનનનો મારો ચલાવ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!