GSTV

મહારાષ્ટ્ર: વિનોદ તાવડેને પ્રમોટ કરીને ભાજપે દેવેન્દ્ર ફડણવીસને આપ્યો સંદેશ, ગડકરીનું કદ થયું મજબૂત

Last Updated on November 25, 2021 by Pritesh Mehta

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કેન્દ્રીય નેતૃત્વના તાજેતરના નિર્ણયોને લઈને સંકેત મળે છે કે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રમાં પોતાની જ પાર્ટીમાં નબળા અને એકલા પડી ગયા છે, જેમને એક સમયે મહારાષ્ટ્રમાં ભાજપના નવા ચહેરા તરીકે ઓળખવામાં આવતા હતા, જે ટેક-સેવી હતા અને આગામી પેઢીના હિન્દુત્વવાદી નેતા હતા અને જેમનામાં રાષ્ટ્રીય સ્તરની રાજનીતિની ક્ષમતા હતા. ગત દિવસોમાં પાર્ટીએ વિનોદ તાવડેને મહાસચિવ પદ પર પ્રમોટ કર્યા છે, પહેલા તેઓ રાષ્ટ્રીય સચિવના પદ પર હતા. સાથે જ, મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદ ચૂંટણી માટે ચંદ્રશેખર બાવનકુલેનું નામાંકન થયું હતું. આ બંને નેતા ફડણવીસના કટ્ટર વિરોધી માનવામાં આવે છે.

modi-amit-shah

પાર્ટીના આ નિર્ણયને એક સંકેત તરીકે જોવામાં આવી રહ્યા છે કે કેન્દ્રીય નેતૃત્વ મહારાષ્ટ્રમાં પોતાના પોસ્ટર બોયનું કદ કાપી રહ્યું છે. સાથે જ 2024ની ચૂંટણીમાં દેવેનર ફડણવીસના પાર્ટીના ચહેરા બન્યા રહેવાની આશાઓ પણ શ્વાસ છોડી રહી છે. ધ્યાનમાં રાખવા લાયક વાત તો એ છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન ફડણવીસે તાવડેને સાઈડલાઈન કરી રાખ્યા હતા. તાવડે પહેલા શિક્ષણ મંત્રી હતા, બાદમાં તેમનો કેબિનેટ પોર્ટફોલિયો બદલીની નાનો કરી દેવામાં આવ્યો હતો અને બાદમાં 2019ના વિધાનસભા ચૂંટણી માટે તેમને ટિકિટ પણ ન આપવામાં આવી.

દેવેન્દ્ર ફડણવીસ

આ જ રીતે, બાવનકુલે પણ પહેલા મહારાષ્ટ્રના વીજળી મંત્રી રહી ચુક્યા હતા અને નાગપુર મતવિસ્તારમાં એક મજબૂત ઓબીસી નેતા તરીકે મજબૂત કદ ધરાવતા હતા, જેમને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના નજીકના માનવામાં આવતા હતા. બાવનકુલેને પણ વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ નહોતી આપવામાં આવી, પરિણામ એ આવ્યું કે વિદર્ભ વિસ્તારમાં ભાજપને ઓછામાં ઓછી 6 બેઠકોનું નુકશાન વેઠવું પડ્યું.

ઓબીસી અને મરાઠાઓની નારાજગી

ભાજપના એક ઉપાધ્યક્ષએ જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં તાવડે અને બાવનકુલેને ટિકિટ ન આપવી એક મોટી ભયંકર ભૂલ હતી. તેમણે કહ્યું હતું કે, ‘તાવડે અને બાવનકુલેની વાપસી એક રીતે ફડણવીસનું કદ ઓછું કરવા સમાન છે. જોકે, અમે તેમની ક્ષમતા અને નિષ્ઠા પર સવાલ નથી ઉઠાવી રહ્યા. પરંતુ પાર્ટી વ્યવહારિક રાજનીતિમાં વાપસી કરશે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક નેતાની રાજનીતિ કેન્દ્રીય રાજકારણમાં કામ કરી શકે છે પરંતુ 2024ના મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તે કામ નહિ કરે. પાર્ટી ઓબીસી અને મરાઠા સમુદાયની નારાજગી ના ચલાવી શકે.

ફડણવીસની સરખામણીમાં મજબૂત થયા ગડકરી

વિધાનસભાની ચૂંટણી દરમિયાન તાવડે અને બાવનકુલેને ટિકિટ ન આપવાનો નિર્ણય જે-તે સમયે હિંમતભર્યો ગણાવવામાં આવ્યો હતો. પરંતુ, વિધાનસભા મતવિસ્તારમાં મૂંઝવણ હતી અને પક્ષને નુકશાન વેઠવું પડ્યું હતું. પરિષદીય ચૂંટણીઓ માટે બાવનકુલેના નામાંકનને વિદર્ભમાં તેલી સમુદાય વચ્ચે ભાજપ દ્વારા પોતાની પકડ મજબૂત કરવાને લઈને જોવામાં આવી રહ્યું છે, જ્યારે મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીય સ્તરે પાર્ટીની છબી જાતિ વિરોધી જનગણનાના વિરોધીની જોવા મળી રહી છે સાથે જ ફડણવીસની સરખામણીમાં નિતિન ગડકરીને મજબૂત કરવા તરીકે જોવામાં આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!