Last Updated on April 8, 2021 by Dhruv Brahmbhatt
વેક્સિનેશન મામલે અમેરિકાને પાછળ રાખીને ભારત સૌથી ઝડપી વેક્સિનેશન કરનાર દેશ બની ગયો છે. આ દરમિયાન મહારાષ્ટ્ર, હરિયાણા અને ઓરિસ્સા સહિત ઘણાં રાજ્યોએ વેક્સિનની અછતનો મુદ્દો ઉઠાવ્યો છે. આ રાજ્યોએ કેન્દ્ર સરકાર પાસે મોટા પાયે વેક્સિનની માંગ કરી છે. જો કે કેન્દ્રએ વેક્સિન અછતના દાવાને ખોટો ગણાવ્યો હતો.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીના નિવેદન પર છત્તીસગઢના સ્વાસ્થ્ય મંત્રી ટી.એસ.સિંહ દવેએ કહ્યું કે, ‘આ ઘણું જ નિરાશાજનક નિવેદન છે.’ છત્તીસગઢમાં મૃત્યુ દર વધ્યો છે અને અહીં વેક્સિનેશન નથી થઈ રહ્યું. છત્તીસગઢ દેશના એ 4 રાજ્યોમાં શામેલ છે કે જે 10 ટકાથી વધુ વસ્તીને વેક્સિન આપી ચૂક્યું છે.
ઓરિસ્સાના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મુખ્ય સચિવે કહ્યું કે, ‘રાજ્યમાં યોગ્ય રીતે વેક્સિનેશન થાય તે માટે 15-20 લાખ વેક્સિન ડોઝની માંગ કરી છે. રાજ્યમાં 3 દિવસ ચાલે તેટલા ડોઝ જ વધ્યાં છે.’ મહારાષ્ટ્ર અને ઓરિસ્સા ઉપરાંત છત્તીસગઢ, તેલંગાણા અને હરિયાણામાં પણ હવે કોરોના વેક્સિનનો સ્ટોક પૂર્ણ થવાને આરે છે. અહીંની સરકારોએ કેન્દ્ર પાસે મોટા પ્રમાણમાં વેક્સિનનો સ્ટોક મોકલવા અપીલ કરી છે.

દિલ્હીમાં પણ કોરોના વેક્સિનનો અભાવ
દિલ્હીમાં પણ વેક્સિનના સ્ટોકની અછતનો દાવો કરવામાં આવી રહ્યો છે. દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે, દિલ્હીમાં 4થી 5 દિવસની વેક્સિનનો જ સ્ટોક બાકી છે. સત્યેન્દ્ર જૈને કહ્યું કે, દિલ્હીની કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં રસીકરણની ગતિ ધીમી છે. સેન્ટ્રલ હોસ્પિટલોમાં ફક્ત 30થી 40 ટકા રસી લગાવાઈ છે. આ કારણોસર, દિલ્હીમાં આંકડા ઓછા દેખાઈ રહ્યાં છે. જો કે, તેઓએ કહ્યું કે આ સમય રાજકારણ કરવાનો નથી, પરંતુ કોરોના સામે મળીને લડવાનો છે.

મહારાષ્ટ્રના ઘણાં જિલ્લાઓમાં રસીકરણ અભિયાન બંધ
મહારાષ્ટ્રના કોલ્હાપુર, નવી મુંબઈ અને વશીમમાં એક દિવસનો જ સ્ટોક બાકી છે. કેટલાંક રસીકરણ કેન્દ્રો પર વેક્સિન ન હોવાને કારણે લોકો પરત ફરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, મંગળવારે રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ દાવો કર્યો હતો કે, રાજ્યમાં માત્ર વેક્સિનનો ત્રણ દિવસનો જ સ્ટોક બાકી છે. રાજેશ ટોપેના નિવેદન પર કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધનએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રાજ્યની સરકારો રાજકારણ કરી રહી છે. કોઈ પણ રાજ્યમાં વેક્સિનની કમી નથી. રાજ્યોમાં પૂરતી માત્રામાં વેક્સિન મોકલવામાં આવી રહી છે.
READ ALSO :
- ચોંકાવનારી ઘટના / આ રાજ્યના એરપોર્ટ પર 300 મુસાફરો કોરોના ટેસ્ટ વિના જ થઇ ગયા રફુચક્કર
- એલર્ટ / દેશમાં સર્જાઇ શકે ઇટલી જેવી સ્થિતિ, આ તારીખથી રોજના નોંધાઇ શકે છે કોરોનાના 33થી 35 લાખ કેસ
- હેલ્થ ટિપ્સ / શું તમે દરરોજ રોમાન્સનો લાભ ઉઠાવી રહ્યાં છો, તો જાણો શું છે તેના અદભુત ફાયદાઓ
- આણંદમાં કોરોના સંક્રમણ બેકાબુ / વધુ એક MLA કોરોના પોઝિટિવ આવતા થયા હોમ આઇસોલેટ
- રાજ્યના DGPનો આદેશ / હવે બારોબાર લગ્ન કર્યા તો ગયા સમજજો, રજિસ્ટ્રેશન સાથે આ નિયમોનું ફરજિયાત કરવું પડશે પાલન
