મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસ વિરુદ્ધ ચાલી રહેલ રસીકરણ અભિયાન પર બે દિવસ માટે રોક લગાવી દીધી છે. રસીકરણના આ અભિયાનને 18 જાન્યુઆરી સુધી સમગ્ર મહારાષ્ટ્રમાં રોકી દેવામાં આવ્યું છે. રાજ્ય સ્વાસ્થ્ય વિભાગ મુજબ, CoWin એપમાં ખામી આવતા કાર્યક્રમ પર રોક લગાવવામાં આવી છે.
19 જાન્યુઆરીએ લેવાશે નિર્ણય

અપર નગર આયુક્ત સુરેશ કાકાનીએ કહ્યું કે CoWin એપમાં કેટલીક ટેક્નિકલ ખરાબી આવી ગઈ છે, જેને દૂર કરવાની છે. આ રવિવાર અને સોમવારના રોજ રાજ્યમાં કોરોનાની રસી નહિ લગાવવામાં આવે. 19 તારીખે ફરી રસીકરણ શરુ થશે એવું પૂછતા તેમણે જણાવ્યું કે હજુ કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી અને આગળની જાણકારી જણાવવામાં આવશે.
પહેલા જ દિવસે CoWin જોવા મળી ખામી
BMCના જણાવ્યા અનુસાર પહેલા દિવસે જ રસીકરણ અભિયાનને લાગુ કરવાના સમયે CoWin એપમાં કેટલીક ટેક્નિકલ ખામી જોવા મળી છે . આગળ કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર એને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. જણાવી દઈએ કે દેશમાં કોરોના શનિવારથી કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા શરુ થઇ છે .
Read Also
- મોદી સરકાર માટે રાહત/ મૂડીઝે ભારતીય અર્થવ્યવસ્થા પર મૂક્યો ભરોસો, હવે આવો રહેશે નવો વિકાસદર
- સલાહો છૂટી/ સુરતમાં પ્રવેશવાના 72 કલાક પહેલાં લોકો કોરોના ટેસ્ટિંગ કરાવે, કોરોનાનો ફફડાટ વધ્યો
- ધબડકો/ ઈંગ્લેન્ડ 81 રનમાં ઓલઆઉટ : અશ્વિને 400 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ, ભારતને મળ્યો આટલા રનનો ટાર્ગેટ
- અમદાવાદ/ એવું તે પોલીસે શું કર્યું કે સિવિલ વર્ગ 4ના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, કઇ ઘટનામાં મામલો બિચક્યો
- Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો