GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

અમદાવાદ બાદ આ શહેરમાં તો એક જ વિસ્તારમાં કોરોનાના 55 કેસ સામે આવ્યા, નવુ હોટસ્પોટ જાહેર

 મહારાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર વધતો જઇ રહ્યો છે ત્યારે મુંબઇ શહેરના જી- વોર્ડ અંતર્ગત આવવાવાળા વર્લીને કોરોનાનું નવું હોટ સ્પોટ જાહેર કરાયું છે, અહિંયા એક જ દિવસમાં 55 નવા કેસ સામે આવ્યા છે, ત્યાર પછી આ તમામને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે,  ત્યારે આ એક જ દિવસમાં એક વોર્ડમાં કોરોનાના દર્દીની સૌથી વધારે સંખ્યા છે, મુંબઇમાં બુધવાર સુધીમાં 106 કિસ્સા સામે આવ્યા હતા, ત્યારે અહિંયાના દર્દીની સંખ્યા હવે 696 થઇ ગઇ છે. જી- સાઉથ વોર્ડમાં કોરોનાના દર્દીની સંખ્યામાં જે રીતે વધારો થઇ રહ્યો છે તે પ્રમાણે અનુમાન લગાઇ રહ્યું છે કે અહિંયા કોરોના વાયરસ તેના ત્રીજા સ્ટેજમાં પહોંચી ચૂકયો છે, અને અહિંની વસ્તીને જોતા તે ઘણું જ ખતરનાક બની શકે છે, ત્યારે પોલિસે આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છે અને સેનેટાઇઝિંગની પ્રકિયા હાથ ધરાઇ છે. હૈલ્થ ડિપાર્ટમેન્ટના લોકો ઘરે-ઘરે જઇને સર્વે કરી રહ્યાં છે.

5500ને પાર ગયો આંકડો

ભારતમાં કોરોના વાઇરસના કેસો બહુ જ ઝડપથી વધી રહ્યા છે. વાઇરસનો ચેપ લાગ્યો હોય તેનો આંકડો હવે ૫૫૦૦ને પાર કરી ગયો છે જ્યારે મૃત્યુઆંક ૧૮૧ ઉપર પહોંચી ગયો છે. પ્રાપ્ત આંકડા અનુસાર દેશમાં વધુ ૧૯ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૨૪ કલાકમાં જ કેસોની સંખ્યામાં ૪૯૭નો ઉછાળો આવ્યો છે અને આંકડો ૫૬૮૯એ પહોંચી ગયો છે તેમજ વધુ ૧૯ લોકો માર્યા ગયા છે. જ્યારે બીજી તરફ ૨૪ કલાકમાં ૬૬ લોકોને સાજા પણ કરી લેવામાં આવ્યા છે. કુલ આંકડા પર નજર કરીએ પીટીઆઇના જણાવ્યા અનુસાર દેશમાં કોરોના વાઇરસના કુલ ૫૬૮૯ કેસો છે જેમાં ૫૦૩ લોકોને ડીસચાર્જ કરી દેવામાં આવ્યા છે. તો ૧૮૧ લોકોના મોત નિપજ્યા છે. રાજ્યો પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં કુલ ૧૧૩૫ કેસો સામે આવ્યા છે. જ્યારે ૭૩૮ કેસો સાથે તામિલનાડુ બીજા ક્રમે છે. મૃત્યુના આંકડા પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં કુલ ૭૨ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ગુજરાતમાં આ આંકડો ૧૬ પર પહોંચી ગયો છે. 

મુંબઇમાં કોરોના વાઇરસ હવે કોમ્યૂનિટી ટ્રાન્સમિશનમાં પહોંચી ગયો

સરકાર દ્વારા જારી આંકડા પર નજર કરીએ તો સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં કુલ ૫૨૭૪ કેસો સામે આવ્યા છે જ્યારે ૧૪૯ લોકોના મોત નિપજ્યા છે તો ૪૧૧ લોકો કોરોના વાઇરસની સારવાર દરમિયાન સાજા થઇ ગયા છે. બીજી તરફ ભારતમાં હવે કોરોના વાઇરસનો ફેલાવો કોમ્યૂનિટી વચ્ચે શરૂ થઇ ગયો છે, મુંબઇમાં આની શરૂઆત થઇ ગઇ છે. મીડિયા અહેવાલો અનુસાર બોમ્બે મ્યૂનિસિપાલિટી દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે મુંબઇમાં કોરોના વાઇરસ હવે કોમ્યૂનિટી ટ્રાન્સમિશનમાં પહોંચી ગયો છે કેમ કે હવે મુંબઇમાં એવા લોકોમાં પણ કોરોના વાઇરસ મળી આવ્યો છે કે જેઓ ન તો કોઇ દર્દીના સંપર્કમાં આવ્યા છે કે ન તો તેઓએ વિદેશ પ્રવાસ કર્યો છે. 

કોરોના વાઇરસ વધુ ઝડપથી ફેલાઇ રહ્યો હોવાથી હવે રાજ્યોમાં સતર્કતા વધી ગઇ છે. ઉત્તર પ્રદેશમાં હવે આશરે ૧૫ જિલ્લાઓમાં જાહેર કરેલા કોરોના વાઇરસ હોટ સ્પોટને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યા છે. જે જિલ્લાઓને સીલ કરી દેવાયા છે તેમાં ગાઝિયાબાદ, મેરઠ, આગરા, લખનઉ, બરેલી વગેરેનો સમાવેશ થાય છે. ૧૫મી એપ્રીલ સુધી આ જિલ્લાઓ સીલ રહેશે. દિલ્હીમાં પણ સદર બાઝાર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

નિસર્ગ ચક્રવાત ભીષણ વાવાઝોડામાં ફેરવાયું : 2 વાગ્યા બાદ આ દરિયા કિનારે ટકરાશે, 2 રાજ્યોમાં હાઈએલર્ટ

Arohi

બાળકોને શાળાએ મોકલવાના નિયમો થયા તૈયાર, સ્કૂલ સાથે વાલીની પણ નકકી કરાઈ જવાબદારી

Dilip Patel

મોદી સરકારને 14 દિવસ ભારે પડ્યા છતાં જાહેર થયું અનલોક-1, આ આંકડાઓ વાંચશો તો ઘરમાંથી બહાર નહીં નીકળો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!