GSTV
Gujarat Government Advertisement

સરકારને રાહત/ કોરોનાનું સૌથી વધુ સંક્રમણ ધરાવતા રાજ્યમાં પ્રથમવાર કેસ 50 હજારથી ઓછા આવ્યા, લોકડાઉન ફળ્યું

કોરોના

Last Updated on May 4, 2021 by Damini Patel

મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારીમાં ગત થોડાક દિવસથી દરદી અને મૃતકની સંખ્યામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે કોરોનાના દરદી સાજા થવાનું પ્રમાણ એટલે કે રિકવરીનું પ્રમાણ વધીને રાજ્યમાં ૮૪.૭૦ ટકા થયું છે. ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ૪૮૫૨૧ દરદી નોંધાયા હતા. અને ૫૬૭ દરદીએ પ્રાણ ગુમાવ્યા હતા. જ્યારે ૫૯,૫૦૦ દરદી સાજા થતા હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. હાલમાં મહારાષ્ટ્રમાં કોરોનાના ૬ લાખ ૫૬ હજાર ૮૭૦ દરદી સક્રિય છે. જે વિવિધ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

મૃત્યુનું પ્રેમના 1.49%

કોરોના

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ૨,૭૮,૬૪,૪૨૬ લોકોના કોરોના ટેસ્ટ કરતાં રાજ્યમાં કોરોનાના દરદીની સંખ્યા ૪૭,૭૧,૦૨૨ થયા છે. જે કોરોના ગ્રસ્તોનું પ્રમાણ ૧૭.૧૨ ટકા છે. જ્યારે મરણાંક વધીને ૭૦૮૫૧ થઇ છે. એટલે કે મૃત્યુનું પ્રમાણ ૧.૪૯ ટકા છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

આ સિવાય મહારાષ્ટ્રના કોરોનાના દરદીઓની સંખ્યાની સામે આજ દિન સુધી ૪૦ લાખ ૪૧ હજાર ૧૫૮ દરદી કોરોના મુક્ત બન્યા છે. જે રિકવરીનું પ્રમાણ ૮૪.૭ ટકા છે. એમ રાજ્યના આરોગ્ય વિભાગે ઉમેર્યું હતું.

મુંબઈમાં 2 હજારથી વધુ કેસ

કોરોના

મુંબઇમાં આજે કોરોનાના નવા ૨૬૨૪ દર્દીઓ નોંધાયા હતા અને ૭૮ દરદીના મોત થયા હતા. આથી મુંબઇમાં કોરોના ગ્રસ્તોની સંખ્યા વધીને ૬,૫૮,૬૨૧ થઇ છે અને મરણાંકની સંખ્યા ૧૩૩૭૨ થઇ છે. જ્યારે મુંબઇમાં કોરોનાના ૫,૮૩,૫૮૯ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. અને હાલમાં કોરોનાના ૫૯૯૭૦ દરદી સક્રિય હોવાનું પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મ્યુકરમાઈકોસિસ/ અમદાવાદ અને સુરતમાં 400 કેસ : કોરોના કરતાં પણ ખતરનાક છે રોગ, હવે રોજ વધશે 100 કેસ

Damini Patel

મહામારી/ દેશમાં 31 કરોડ લોકોના થયા ટેસ્ટ : 7 દિવસથી 4000 લોકોના મોતની સરેરાશ, આજે પણ નોંધાયા આટલા કેસ

Bansari

તાલાલા: પેસેન્જર પાસીંગ હોવા છતાં નિયમ વિરૂધ્ધ ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા દરરોજ કેરીનાં હજારો બોકસની હેરફેર, નાના માલવાહકોનો ધંધો ઠપ્પ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!