GSTV
Gujarat Government Advertisement

કોરોના બેકાબૂ/ મહારાષ્ટ્રની જનતાના માથે 2 દિવસમાં કડક લોકડાઉન મૂકવાની સરકારની તૈયારીઓ, જાણો શું છે પ્લાન

કોરોના

Last Updated on April 20, 2021 by Bansari

મહારાષ્ટ્રમાં ૧મે ૨૦૨૧ સુધી જનતા કરફ્યુ લાગુ છે. પણ દરદીની સંખ્યામાં હજી અંકુશ આવતો નહોવાથી મહારાષ્ટ્રમાં કડક લોકડાઉન બે દિવસમાં લાદવામાં આવશે એવા સંકેત રાજ્યના મદદ અને પુનવર્સન વિભાગના પ્રધાન વિજય વડેટ્ટીવારે આજે યોજેલી પત્રકાર પરિષદમાં આપ્યા હતાં.

રાજ્યમાં જનતા કરફ્યુ લાગવા છતા ંદરરોજ કોરોનાના દરદીની સંખ્યામાં ધરખમ વધારો નોંધાય છે. પરિણામે મહાવિકાસ આઘાડી સરકારની ચિંતા વધી છે. દિલ્હીમાં છ દિવસનો લોકડાઉન કેજરીવાલ સરકારે મૂક્યો છે. ત્યાં કેવી પદ્ધતિથી અમલ થશે તેની માહિતી લેવાય છે, એમ તેમણે જણાવ્યું હતું.

કોરોના

કરફ્યુ મૂકવા છતા કોરોના નિયંત્રણમાં નથી

મહાવિકાસ આઘાડી સરકાર પણ કઠોર લોકડાઉન મૂકવાનો વિચાર છે. આ અંગેનો નિર્ણય બે દિવસમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે જાહેર કરશે, એમ વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું.

કરફ્યુનો ફાયદો થવો જોઇએ પણ તે પ્રમાણમાં દેખાતો નથી અને લોકડાઉન મુક્યુ નથી. પણ અનેક લોકો તથા વેપારી લોકડાઉનનો વિરોધ કરે છે. પણ આજે વેપારી અથવા જીવનાવશ્યકની વસ્તુ તેમજ નાની દુકાનો લોકડાઉન ૧૦૦ ટકા કરો એવી માગણી કરે છે. અનેક જિલ્લામાં લોકોની માગણી છે. તે અમે મુખ્ય પ્રધાનને માહિતી પહોંચાડી છે. બે દિવસમાં કડક લોકડાઉન સંબંધે નિર્ણય અપેક્ષિત છે. મુખ્ય પ્રધાનનો અન્ય સાથે ચર્ચા કરીને નિર્ણય લેશે, એમ ભારપૂર્વક વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું.

કોરોના

આ અંગેનો નિર્ણય 2 દિવસમાં લેવાશે એવા સંકેત પ્રધાન વિજય વડેટ્ટીવારે આપ્યા

કોરોનાની બીજી લહેરનો અંદાજ ચૂકી ગયા છે. બધાને લાગતું હતું કે લહેર સૌમ્ય આવશે પણ આ લહેર તીવ્ર નીકળી છે. કોઇને પણ કલ્પના ન હતી, એમ વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું.

દિલ્હીમાં કડક લોકડાઉન મૂકાયું છે. તેની માહિતી અમે લઇ રહ્યા છીએ. લોકડાઉનનું સ્વરૃપ કેવું છે. તેની નિયામાવલી શું છે. આ પર ચર્ચા કરવાનો નિર્ણય લીધો છે, એવી માહિતી આ વેળા તેમમે આપી હતી. એટલું જ નહિ દિલ્હીમાં અત્યાવશ્યક સેવામાં શું છુટછાટ આપી છે.  તે તમામ માહિતી એકઠા કર્યા બાદ મહારાષ્ટ્રમાં લોકડાઉન સ્વરૃપ નક્કી કર્યા બાદ ઘોષણા કરવાનો અમારો વિચાર છે, એમ વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું.

વિજય વડેટ્ટીવારે વધુમાં જણાવ્યું હતું કે કોરોનાને નાથવા માટે ઠાકરે સરકારે સાડા પાંચ હજાર કરોડ રૃપિયા અનામત રાખ્યા છે. એવી માહિતી તેમણે આપી હતી. કોવિડ રોકવા માટે આરોગ્ય સેવામાં રેમડેસિવીર ઇન્જેક્શન લેવા પડશે. અને ઓક્સિજન પ્લાન્ટ નાખવા પડશે, બેડની સંખ્યા વધારવી પડશે. આ બધા માટે ૩૩૦૦ કરોડ રૃપિયા અમે પ્રત્યેક વિધાનસભ્યના ફંડમાંથી એક કરોડ રૃપિયા ખર્ચ કરાશે. આ સિવાય  ઇંતર સ્ત્રોત પણ છે, એમ વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારે એસ.ડી.આર. એફમાં કોવિડ માટે પૈસા આપ્યા નથી. ગત વખતે ૧૨૦૦ કરોડ રૃપિયા આપ્યા હતા. ગત વખતે ૩ એપ્રિલના રોજ પૈસા આવ્યા હતા. પણ આજે ૧૯ એપ્રિલ થઇ ગઇ છતાં હજી નાણા આવ્યા નથી. અમે ટીકા કરતા નથી. પણ વિલંબ થયો છે. આ વર્ષે તેમની પાસેથી ૧૬૦૦  કરોડ રૃપિયા અપેક્ષિત હોવાનું તેમણે કહ્યું હતું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!