મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલ મહારાષ્ટ્રના જાલના જીલ્લામાં કોરોનાના વધુ કેસ નોંધાયા છે. અહીં એક મંદિરમાં અને મંદિરની આસપાસ રહેતા લોકો સહિત 55 લોકો રવિવારે કોરોના સંક્રમિત મળ્યા હતા. જીલ્લા પ્રશાસને સાવધાની વર્તતા આ મંદિરને અસ્થાયી રૂપે બંધ કરી દીધું છે. એક અધિકારીએ રવિવારે જણાવ્યું કે, જયદેવ વાડીમાં જાલીચા દેવ નામનું મંદિર છે. આ મહાનુભાવ હિંદુ પંથના અનુયાયોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે.

એક અધિકારી મુજબ આ મંદિરમાં દર્શન પૂજન માટે રાજ્યના અલગ અલગ જિલ્લામાં લોકો આવે છે અને રોકાય છે. રવિવારે તપાસ દમિયાન 55 લોકો કોરોનાથી સંક્રમિત મળ્યા છે. એમાંથી કેટલાક લોકો મંદિરમાં રહ્યા હતા અથવા મંદિરની આજુબાજુ છે જેને ધ્યાનમાં રાખીને મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, મંદિરની આજુબાજુ બેરીકેટ લાગવી દેવામાં આવી છે. મંદિર જવા વાળા રસ્તા પર પોલીસની તેનાતી કરી દેવામાં આવી છે જેથી લોકોને આવતા રોકી શકાય.

ગામમાં એક સ્વાસ્થ્યકર્મિઓની ટીમ તૈનાત કરવામાં આવી આવી છે. આ લોકોને ગામ અને મંદિર કમિટિના સદસ્યોની સ્ક્રિનિંગ માટે તૈનાત કરાઈ છે. જીલ્લા પ્રશાસન દ્વારા દર વર્ષે આયોજીત મેળો પમ આ વર્ષે રદ્દ કરવામાં આવ્યો છે. ગત થોડા દિવસોથી જાલનામાં કોરોનાના કેસમાં ઘણો વધારો થયો છે. રવિવારે જીલ્લામાં કોરોનાના 96 કેસ સામે આવ્યા છે. જેને લઈને સંક્રમિતોના આંકડા 14,528 થઈ ગયા છે. જ્યારે દર્દીઓની સંખ્યા 384 થઈ ગઈ છે.
READ ALSO
- ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દિલ્હીની મુલાકાતે, કંઈક નવી જૂની થવાના એંધાણ!
- ફજેતો/ ભારત સરકારના અથાગ પ્રયત્ન છતાં વિશ્વમાં દર 3માંથી 1 બાળ લગ્ન ભારતમાં, મહિલા સુરક્ષા મસમોટી વાતો
- પીએમ કિસાન યોજના/ આ ખેડૂતોને નહીં મળે સન્માન નિધિનો લાભ, 6000 રૂપિયા મેળવવા માટે કરવુ પડશે આ કામ
- શહેરની શાળાઓમાં ફાયર એનઓસીને લઈને હાઈકોર્ટે સરકારને આકરી ટકોર, અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર સક્રિય
- દહેગામમાં ન.પા.માં ફરજ બજાવતા અધિકારીનું મોત, નપાલિકાની ચૂંટણી બાદ કોરોનાના જોવા મળ્યા હતા લક્ષણો