GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ: દર્દીઓની સંખ્યા 80,000ને પાર, 50 ટકા કેસ મુંબઇમાં

કોરોના

Last Updated on June 6, 2020 by Bansari

મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના પ્રકોપ દિવસે – દિવસે વધી રહ્યો છે. નિષ્ણાતોના અંદાજ મુજબ લોકડાઉન શિથિલ કરવાથી કોરોના વાઇરસના દરદીની સંખ્યામાં વધારો થશે. પરંતુ આજથી મહારાષ્ટ્રભરમાં શરતોને આધીન દુકાનો, માર્કેટ ખુલ્લી થઇ ગઇ છે. અનલોકડાઉનનો બીજો તબક્કો આજથી શરૃ થતાં લોકોને થયું કે આપણે કોરોનાથી મુક્તિ મળી ગઇ છે. એમ રસ્તા અને માર્કેટમાં ઉમટી પડયા હતા. જો કે મહારાષ્ટ્રમાં કિલર કોરોનાએ માજા મૂકી હોવાથી આજે ૧૩૯ દરદીએ જીવ ગુમાવ્યો હતો. અને કોરોનાના નવા ૨૪૩૬ કેસ નોંધાતા મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૮૦,૨૨૯ થઇ છે. મરણાંક વધીને ૨૮૪૯ થઇ છે.

મુંબઇમાં નવા 1150 કેસ

જ્યારે મુંબઇમાં કોરોનાના ન વા ૧૧૫૦ કેસ નોંધાતા અત્યાર સુધી કોરોનાના દરદીની સંખ્યા વધીને ૪૬૦૮૦ થઇ છે. કોરોનાના ૫૪ દરદી મૃત્યુ પામતાં અત્યાર સુધી મુંબઇમાં મરણાંક વધીને ૧૫૧૯ થયો છે. આ સિવાય થાણેમાં ૧૧૮૭૭ દરદી અને પુણેમાં ૧૦૫૧ દરદી નોંધાયા છે, એમ રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં કોરોનાના દરદી વધુને વધુ સ્વસ્થ થઇ રહ્યા હોવાનો દાવો આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કરી રહ્યા છે. આજે મહારાષ્ટ્રમાં ૧૪૭૫ દરદી સ્વસ્થ થતા અત્યાર સુધી ૩૫,૧૫૬ દરદીઓ કોરોના મુક્ત થયા છે. તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા છે આથી રાજ્યમાં જેટલા કોરોના દરદી નોંધાયા છે. તેની સરખામણીમાં ૪૬ ટકા દરદી સાજા થયા છે. એટલે કે અત્યારે માત્ર ૩૫૧૫૬ દરદીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. એમ તેમણે જણાવ્યું હતું.

જાણો મહારાષ્ટ્રમાં ક્યાં કેટલા કેસ

મહારાષ્ટ્રમાં આજે ૧૩૯ દરદી કોરોનાના શિકાર થયા હતા. એમાં મુંબઇમાં ૫૪, થાણેમાં ૩૦, જળગાવમાં ૧૪, પુણેમાં ૧૪, માલેગાવમાં ૮, ડોમ્બિવલીમાં ૭, રત્નાગિરીમાં ૫, ભિવંડીમાં ૧, નાસિકમાં ૨, ઔરંગાબાદમાં ૧, વસઇ-વિરારમાં ૧, કલ્યાણ- ડોંબિવલીમાં ૭, કોલ્હાપુરમાં ૨ દરદીનો સમાવેશ થાય છે. જેમાં પુરુષ ૭૫ અને મહિલા ૬૪ દરદી મૃત્યુ પામી હતી. એમ રાજેશ ટોપેએ જણાવ્યું હતું.

દેશની આથક રાજધાની ગણાતી મુંબઇમાં દિનપ્રતિદિન કોરોનાના દરદીની સંખ્યા વધી રહી છે. સૌથી વધુ પાલિકાના જી-નોર્થ વોર્ડમાં (દાદર- માહિમ, ધારાવી) ૩૩૧૩ કોરોનાના દરદી છે. અને સૌથી ઓછા પાલિકાના સી- વોર્ડમાં (કાલબાદેવી-મરિનલાઇન્સ) ૪૯૫ કોરોનાના દરદી નોંધાયા છે. આ સિવાય કુર્લા, સાયન, માટુંગા, ભાયખલા, અંધેરી, બાંદરા, ખાર, વિલેપાર્લે, મલાડ, કાંદિવલી, દેવનાર, ઘાટકોપરમાં કોરોનાના દરદી નોંધાયા હોવાનું પાલિકાના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. દક્ષા શાહેએ જણાવ્યું હતું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

વાહ! ઘરેબેઠા 15 હજાર રૂપિયા જીતવાનો શાનદાર મોકો, બસ કરવાનું છે આ નાનકડુ કામ

Bansari

જાણવા જેવું: એક વ્યક્તિ પાસે કેટલા બેંક અકાઉન્ટ હોવા જોઈએ, એક કરતા વધારે ખાતા રાખવાના આટલા છે ફાયદાઓ

Pravin Makwana

વોરેન બફેટ, જોફ બેજોસ કે બિલ ગેટ્સ નહીં આ ભારતીય છે વિશ્વના સૌથી મોટા દાનવીર, 102 અબજ ડોલર કરી દીધા દાન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!