મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાઈરસના 12,608 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 10,484 દર્દીઓ સ્વસ્થ થયાં છે અને 364 દર્દીઓના મોત થયાં છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 572,734 થઈ છે. રાજ્યમાં હાલ 151,555 એક્ટિવ કેસ છે. 401,442 દર્દીઓ સ્વસ્થ થયાં છે અને કુલ 19,427 દર્દીઓના મોત થયાં છે.

ધારાવીમાં શુક્રવારે વધુ 9 લોકો સંક્રમિત થયાં છે. આ વિસ્તારમાં સંક્રમિતોની કુલ સંખ્યા 2658 થઈ છે. બીએમસીના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, 2312 દર્દી સ્વસ્થ થઈ ચુક્યા છે. હાલ ધારાવીમાં કુલ 87 એક્ટિવ કેસ છે. બીએમસીએ આ વિસ્તારમાં થતાં મોતના આંકડા જાહેર કરવાનું બંધ કરી દીધું છે.
મુંબઇના આ વિસ્તારોમાં સ્થિતિ ભયંકર

મુંબઈ મહાનગરપાલિકાના જી-નોર્થ વોર્ડમાં ધારાવી, દાદર અને માહિમ આવે છે. અધિકારીઓ પ્રમાણે અહીં કુલ 6777 કેસ સામે આવ્યા છે. ધારાવી સિવાય, જી નોર્થમાં દાદર અને માહિમ વિસ્તાર છે જ્યાં ક્રમશ: 2152 અને 1967 કેસ આવ્યા છે.

નાગપુરમાં શુક્રવારે કોરોનાના એક દિવસમાં સૌથી વધારે 1036 નવા કેસ સામે આવ્યા છે જે બાદ કોરોના વાઈરસથી સંક્રમિતોનો આંકડો 12,745 પર પહોંચી ગયો છે. શુક્રવારે 27 દર્દીઓના મોત થયાં છે. જ્યારે 123 દર્દીઓ સ્વસ્થ થયાં બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાં છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 447 દર્દીઓના મોત થયાં છે જેમાંથી 316 દર્દીઓ નાગપુર શહેરના હતા અને 131 નાગપુર ગ્રામ્યના હતા.
Read Also
- સિવિલમાં જુનિયર ડોક્ટરોની હડતાળ: ૧૦ દિવસમાં ૬૦૦ ઓપરેશન રદ; ઓપીડીમાં લાંબી લાઇનો
- મહારાષ્ટ્રમાં મહાભારત / શું એકનાથ શિંદે સામે હથિયાર હેઠા મુકવા તૈયાર છે ઉદ્ધવ ઠાકરે? આડકતરી રીતે આપી દીધી આ ઑફર
- ઝઘડાની અદાવતમાં ગંદુ કૃત્ય, દરિયાપુરના શખ્સે સગીરા સાથે તકરાર કરી કપડા ફાડી છેડતી કરી
- હિટ એન્ડ રન/ રોડ ક્રોસ કરતા વૃધ્ધને લકઝરી કારેઅડફેટે લીધા, મોતને ઘાટ ઉતારી ચાલક ભાગી ગયો
- સુરતીઓ ચેતજો/ કોરોનાના કેસમાં ફરી આવ્યો ઉછાળો, આ વિસ્તારોમાં સૌથી વધુ ફેલાયુ સંક્રમણ