GSTV
Home » News » મહારાષ્ટ્રમાં એનસીપી-કોંગ્રેસ વચ્ચે બની સહમતી, હવે મલાઈદાર મંત્રાલયો પર નજર

મહારાષ્ટ્રમાં એનસીપી-કોંગ્રેસ વચ્ચે બની સહમતી, હવે મલાઈદાર મંત્રાલયો પર નજર

મહારાષ્ટ્રમાં સરકાર રચવાની કવાયત હેઠળ ગુરૂવારે દિલ્હીમાં  કોંગ્રેસ અને એનસીપીના વરિષ્ઠ નેતાઓની બેઠક એનસીપી સુપ્રીમો શરદ પવારના નિવાસ સ્થાને મળી હતી. જેમાં સરકાર રચવાની ફોર્મુલા અંગે ચર્ચા થઇ છે. એનસીપી સીએમ માટેની માગણી પડતી મૂકે તેવી પૂરી સંભાવના છે. 14-14-14 મંત્રી મંડળની ફોર્મ્યુંલાને આ ત્રણેય પાર્ટીઓ આગળ વધારી શકે છે. આ અંગે ટૂકમાં જ મોટી જાહેરાત થવાની સંભાવના છે. હવે છેલ્લા તબક્કામાં આ વાતચીત આગળ વધી રહી છે. હવે કયા મંત્રાલય કઈ પાર્ટી પાસે જશે તેની ખેંચતાણ રહેશે એ નક્કી છે. આ માટે શિવસેના સાથે કોંગ્રેસ અને એનસીપીની બેઠક યોજાશે.

3 પાર્ટીઓને જોઈએ છે આ મંત્રાલય

બેઠકમાં એનસીપી તરફથી શરદ પવાર, છગન ભુજબળ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કે કોંગ્રેસ તરફથી અહેમદ પટેલ, પૃથ્વીરાજ ચવ્હાણ સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.  શિવસેનાને શહેરી વિકાસ, પી ડબલ્યૂડી, ગૃહ, શિક્ષા અને ગ્રામીણ વિકાસ મંત્રાલય જોઈએ છે. એનસીપીને પણ સ્પીકર સાથે ગૃહ, નાણા ,પીડબ્લ્યૂડી અને જળ સંશાધન અને ગ્રામીણ વિકાસ મંત્રાલય જોઈએ છે. કોંગ્રેસને પણ સ્પીકર સાથે નાણા, ગ્રામીણ વિકાસ અને મહેસૂલ મંત્રાલય જોઈએ છે. આમ આગામી દિવસોમાં મંત્રાલયોનો મામલો તુલ પકડે તેવી પૂરી સંભાવના છે.

એનસીપી અને કોંગ્રેસની 5 કલાક બેઠક ચાલી


એનસીપીએ હજુ રોટેશનલ પીએમ માટે હજુ ચૂપકીદી સાધી રાખી છે જોકે, શિવસેના કરતાં માત્ર 2 બેઠકો ઓછી હોવાથી તેઓ અડધા ટર્મ માટે સીએમ પદ માગી શકે છે. કોંગ્રેસની સીડબ્લૂસીની બેઠક યોજાઈ ગઈ છે. જેમાં શિવસેના સાથે સરકાર રચવા મામલે લીલીઝંડી અપાઈ છે. કોંગ્રેસ અને એનસીપી વચ્ચે પણ 5 કલાક લાંબી મથામણ ચાલી હતી. ફોર્મૂલા હેઠળ બે ડેપ્યૂટી CM હશે. જેમા એક કોંગ્રેસનો રહેશે, જ્યારે બીજો ડેપ્યૂટી સીએમ NCPનો બનશે. મુખ્યમંત્રી પદની વાત કરીએ તો, તે શિવસેનાની પાસે જશે.

બેઠક બાદ પૃથ્વીરાજ ચવ્હાણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગે એનસીપી-કોંગ્રેસ વચ્ચે સહમતી બની ગઇ છે. શુક્રવારે આ અંગે મુંબઇમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસની બેઠક થશે.

કેબિનેટમાં આ ચહેરાઓના સામેલ થવાની સંભાવના

  • ઉદ્ધવ ઠાકરે – મુખ્યમંત્રી
  • આદિત્ય ઠાકરે – શિક્ષણ મંત્રી
  • અજિત પવાર – ગૃહ મંત્રી
  • જયંત પાટિલ – નાણા મંત્રી
  • છગન ભૂજબલ – PwD મંત્રી

આ ઉપરાંત નવાબ મલિક, એકનાથ શિંદે, સુભાષ દેસાઇ અને બાલાસાહબ થોરાટને પણ મંત્રી પદ મળી શકે છે. આમ આગામી દિવસોમાં મંત્રાલયનો મામલો વધુ એક વિવાદ પકડે તો નવાઈ નહીં.

તમામ બાબતે ચર્ચા પૂર્ણ થયા બાદ સરકાર રચવા માટેના કોમન મિનિમમ પ્રોગ્રામનું એલાન કરાશે. પૃથ્વીરાજ ચવ્હાણે જણાવ્યું કે સરકાર રચવા માટે ગઠબંધનના તમામ સાથીઓ સાથે મંત્રણા કરીશું.

READ ALSO

Related posts

મહારાષ્ટ્ર ભાજપમાં ભૂકંપ : ફડણવીસ બાદ સીએમ પદના દાવેદારે પવાર સાથે કરી મુલાકાત, ભાજપથી છે નારાજ

Karan

સોનાના ઘરેણાની માફક હવે પીવાના પાણી માટે પણ આવશે BIS નિયમ, સરકારે કરી છે આ તૈયારી

Bansari

સોનુ ચોરાય કે ખોવાય તો સમજો ગુરૂ છે અશુભ સ્થાને, આ ઉપાયો કરવાથી દૂર થશે જીવનની મુશ્કેલીઓ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!