GSTV

કમ સે કમ હું જમીન પર હતો હેલિકોપ્ટરમાં બેસીને નથી કર્યું હવાઈ સર્વેક્ષણ, ઉદ્ધવે મોદીની ગુજરાત યાત્રા પર ભાજપને આપ્યો જવાબ

Last Updated on May 22, 2021 by Bansari

તાઉતે વાવાઝોડાએ મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં પણ વિનાશ વેર્યો છે. મહારાષ્ટ્રના સીએમ ઉધ્ધવ ઠાકરેએ આ વિસ્તારની લીધેલી મુલાકાતની ભાજપે ટીકા કરી હતી. જેના જવાબમાં ઠાકરેએ પીએમ મોદીની ગુજરાત યાત્રા પર કટાક્ષ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ ગુજરાતમાં વાવાઝોડાના વિનાશનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. જેને નિશાન બનાવીને ઠાકરેએ કહ્યું હતું કે, કમ સે કમ હું જમીન પર હતો અને જાતે જ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યો હતો. કોઈ હેલિકોપ્ટરમાં બેસીને મેં હવાઈ સર્વેક્ષણ નથી કર્યું.

ઉદ્ધવ ઠાકરેએ બે જિલ્લાની મુલાકાત લીધી હતી અને અધિકારીઓને કેટલું નુકસાન થયુ છે તેનો અંદાજ કાઢીને આંકડો રજૂ કરવા માટે જણાવ્યું હતું. દરમિયાન રાજ્યના ભાજપના નેતાઓએ અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડનવીસે કહ્યું હતું કે, મને આ જાણકારી ખબર પડયા બાદ હેરાની થઈ છે કે, ઉધ્ધવ ઠાકરે માંડ ત્રણ કલાક માટે મુલાકાત લેવા આવ્યા હતા અને તેમાં પણ રાજકીય ટિપ્પણીઓ કરી રહ્યા હતા.

જોકે ઠાકરેએ આ ટીકાઓનો જવાબ આપતા કહ્યું હતું કે, ભલે ચાર કલાક માટે હું ત્યાં ગયો હતો પણ જમીન પર તો હતો. ફોટો પડાવવા માટે હું કોઈ હેલિકોપ્ટરમાં નહોતો બેઠો. મારે વધારે કશું કહેવું નથી. અહીંયા હું વિપક્ષની ટીકાનો જવાબ આપવા માટે નથી આવ્યો.

Read Also

Related posts

Girls Problems / દરેક ટીનેજ ગર્લ્સને અનુભવાતી આ સમસ્યાની સરળ માહિતી માટે અમદાવાદી ટીનેજરે શોધ્યો આ ઉકેલ

Zainul Ansari

દુ:ખદ: એમટીવી લવ સ્કૂલ ફેમ જગનૂર અનેજાનું થયું નિધન, ઈજીપ્તમાં લીધા અંતિમ શ્વાસ

pratik shah

પેન્શનરો ધ્યાન આપે! આ અધિકારીઓ રેકોર્ડ કરી શકે છે તમારું જીવન પ્રમાણપત્ર, સરકારે કરી નિયુક્તિ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!