GSTV
Home » News » મહારાષ્ટ્રમાં અનામત અંગે જાહેરાત થતા ગુજરાતમાં હાર્દિક કરશે આ કામ, CMની વધી શકે છે મુશ્કેલી

મહારાષ્ટ્રમાં અનામત અંગે જાહેરાત થતા ગુજરાતમાં હાર્દિક કરશે આ કામ, CMની વધી શકે છે મુશ્કેલી

મહારાષ્ટ્રમાં ભાજપ સરકારે ઓબીસી કમિશન દ્વારા મરાઠા સમાજનો સામાજિક અને આર્થિક સર્વે કરીને અનાતમ આપવાની જાહેરકાત કરવામાં આવી છે. જે અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીરન હાર્દિક પટેલે ભાજપ સરકારને સણસણતા સવાલો કર્યા છે. હાર્દિક પટેલે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર, ગુજરાતમાં ભાજપની સરકાર અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. મહારાષ્ટ્રમાં પછાત વર્ગના પંચે પોતાના રિપોર્ટમાં મરાઠાઓને રાજ્યમાં પછાત હોવાનો સ્વીકાર કર્યો છે.

આ રિપોર્ટ દ્વારા મરાઠા સમુદાયને અનામત મળવાનો માર્ગ સાફ થઈ ગયો છે. જ્યારે ગુજરાતમાં પાટીદારોને અનામત માટે એમ કહેવાય છે કે બંધારણીય રીતે શક્ય નથી. જો ગુજરાતમાં બંધારણીય રીતે શક્ય નથી તો પછી મહારાષ્ટ્રમાં કેવી રીતે શક્ય થયુ ? હાર્દિકે વધુમાં કહ્યુ કે, મહારાષ્ટ્રમાં મરાઠાઓને ભાજપ સરકાર અનાતમ આપી શકે તો ગુજરાતમાં પાટીદારોને અનામત આપવામાં ભાજપને કેમ પેટમાં દુખે છે. ગુજરાતની ભાજપ સરકાર જો પાટીદાર સમાજ નો સર્વે નહીં કરાવે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર કરવામાં આવલે તેની તમામ જવાબદારી સરકારની રહેશે.

મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને અનામત મળવાનારાજ્ય સરકારે સંકેત આપતા જ રાજ્યમાં પાટીદારોએ અનામતની માંગ બુલંદ કરી છે. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે સવાલ કર્યો છે કે મહારાષ્ટ્રમાં મરાઠાસમુદાયને અનામત મળતુ હોય તો ગુજરાતના સવર્ણ સમાજને પણ અનામત મળવું જોઈએ. રાજ્યમાં  સાડા ત્રણ વર્ષથીઆંદોલન ચાલી રહ્યું છે. મરાઠાઓનો અવાજ મહારાષ્ટ્રની ભાજપ સરકારસાંભળતી હોય તો શું ગુજરાતની ભાજપની સરકાર બહેરી મૂંગી છે. પાટીદારોએ આપેલા આવેદનપત્રો શું સરકારે અભરાઈએ ચડાવ્યા છે.

  • હાર્દિકના ભાજપને સવાલ
  • મહારાષ્ટ્રમાં મરાઠાને અનામત તો ગુજરાતમાં ભાજપને કેમ પેટમાં દુખે
  • મહારાષ્ટ્રમાં કેવી રીતે મરાઠાઓને મળશે અનામત?
  • મહારાષ્ટ્રમાં બંધારણની રીતે કેવી રીતે અનામત શક્ય?
  • ભાજપને ગુજરાતના પાટીદારોને અનામત આપવામાં શું છે વાંધો?
  • સરકાર પાટીદારોને અનામત આપવા અંગે સર્વે કરાવે
  • પાટીદારોને અનામત નહીં તે ઉગ્ર આંદોલન થશે

Read Also 

Related posts

ખેડૂતો માટે રાહતનાં સમાચાર, રૂપાણી સરકારે વિમા અંગે કરી જાહેરાત

Mansi Patel

રાજકોટમાં આંગડિયા પેઢીનો સંચાલક લૂંટાયો, એક્ટીવા પર આવેલાં બે શખ્સો 7 લાખની લૂંટ કરી ફરાર

Mansi Patel

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની બાજુમાં સફારી પાર્ક વિદેશી પ્રાણીઓની ખાંભીઓમાં ફેરવાશે, 4નાં મોત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!