GSTV

મહારાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા: થાણે-પાલઘરમાં માથોળા પાણી, ચિપલૂન શહેરમાં પૂરની સ્થિતિ

Last Updated on July 22, 2021 by Pritesh Mehta

મુંબઈની આસપાસના વિસ્તારમાં ભારે વરસાદને કારણે ચિપલૂન શહેરમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના ઘણા વિસ્તાર ઉપરાંત બસ ડેપો પણ પાણીમાં ડૂબી ગયો. લોકો પોતાના ઘરમાં ફસાયેલા છે. શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં વાહનો સંપૂર્ણ પણે પાણીમાં ડૂબેલા જોઈ શકાય છે. અમુક નિચાણવાળા વિસ્તારમાં વાહનો પાણીના વહેણની સાથે વહેતા જોવા મળ્યા હતા.

પૂર

પુનર્વસન મંત્રી વિજય વડેટ્ટીવારે કહ્યું કે,‘રત્નાગિરી જીલ્લામાં વધુ વરસાદને કારણે પૂરની સ્થિતિ જોવા મલી રહી છે. ચિપલૂન શહેરમાં પણ પાણી ભરાવવાને કારણે માર્ગ વ્યવહાર ઠપ થયો છે. 2 એનડીઆરએફની ટીમ ત્યાં મોકલવામા આવી હતી. જે પછી કોસ્ટગાર્ડ બોટથી લોકોને રેસ્ક્યૂ કરવામા આવી રહ્યાં છે.’ અકોલામાં વાદળ ફાટવા જેવી સ્થિતિને કારણે 3-4 કલાકમાં નદી-નાળા પાણીથી ભરાઈ ગયા હતા અને 2 હજાર જેટલા મકાનો પાણીમાં ડૂબી ગયા. અકોલામાં પણ 4-5 ફૂટ જેટલું પાણી ભરાતા લોકોના ઘરો પાણીમાં ડૂબ્યા હતા.

મહારાષ્ટ્રના ઠાણે અને પાલઘર જીલ્લામાં બુધવાર રાત બાદ ગુરુવારે પણ સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે અને અમુક સ્થળોએ ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે. આ વિસ્તારના ઘણા ગામ પાણીમાં ડૂબી ગયા હોવાથી એનડીઆરએફ દ્વારા ફસાયેલા લોકોને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે.

જીલ્લા અધિકારીએ જણાવ્યું કે,‘હાલ ટ્રેન સેવાઓ બંધ છે, સપગાંવમાં એક પુલને મોટાપાયે નુકસાન થયું છે. જોકે કોઈ જાનહાનિ થઈ નથી. પુલને નુકસાન પહોંચતા તે માર્ગ બંધ કરાયો છે.’ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે, મોદક ડેમમાં પાણી ક્ષમતા કરતા વધી જતા તેના 2 ગેટ ખોલવામા આવ્યા હતા. ફસાયેલા લોકોને એનડીઆરએફની મદદથી સુરક્ષિત સ્થળે પહોંચાડવામા આવ્યા. બદલાપુરના એક આશ્રમમાંથી 10 લોકો ઉપરાંત 70 પશુઓને બચાવાયા હતા.

ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં પાણી ભરાયા છે. સ્થિતિ એ છે કે, ઘણા શહેરમાં ઘૂંટણથી કમર સુધી પાણી ભરાયેલું છે. ઘણા શહેરોમાં નદીઓ જોખમી સ્તરે વહી રહી છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં આગામી અમુક દિવસ આવી સ્થિતિ રહેવા મુદ્દે એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રમાં કોલ્હાપુર સહિતના વિસ્તારો માટે એનડીઆરએફની ટીમ મોકલવામા આવી છે. ભારે વરસાદને કારણે હાલ ઘણા શહેરોમાં સ્થિતિ ગંભીર છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

મોટા સમાચાર / સરકારી બેંકોને મર્જ કરવા મામલે સરકારનું મોટું નિવેદન, નાણાંમંત્રીએ સંસદમાં આપી આ જાણકારી

Dhruv Brahmbhatt

Tokyo Olympics મહિલા હોકીમાં આ પાંચ ધાકડ છોરીઓના દમ પર ભારતે રચ્યો ઈતિહાસ, જાણો કેવી રીતે થયો ચમત્કાર

pratik shah

મૂંઝવણ / એવું તે શું થયું કે ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની ભરતીમાં ઉમેદવારો અટવાયા, કમિશનરને લખ્યો પત્ર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!