GSTV
Gujarat Government Advertisement

આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભડકો, મહારાષ્ટ્રના પરભણીમાં દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ

Last Updated on July 6, 2019 by Mayur Vora

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે પણ ભડકો થયો છે. પેટ્રોલની કિંમતમાં 28 પૈસા અને ડીઝલની કિંમતમાં 22 પૈસાનો વધારો નોંધાયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 81.25 રૂપિયા પ્રતિ લીટર જ્યારે, ડીઝલની કિંમત 73.80 રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ પહોંચી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમા પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો નોંધાયો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 88.67 રૂપિયા પ્રતિલીટર, ડીઝલ 77.82 રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ પહોંચ્યુ છે.

દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ મહારાષ્ટ્રના પરભણીમાં વેચાઈ રહ્યુ છે. પરભણીમાં પેટ્રોલની કિંમતે 90 રૂપિયાની સપાટી વટાવી છે. પરભણીમાં પેટ્રોલ 90.45 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યુ છે. દેશના અન્ય શહેરોમાં કોલકત્તા અને ચેન્નાઈમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો નોંધાયો છે. આંતરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલનો વધારો થવાના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલિયમ પેદાશની કિંમતમાં વધારો થવાના કારણે દેશમાં મોંઘવારી બેકાબૂ થવાના એંધાણ છે.

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!