GSTV
Home » News » પાટીદારોને અનામત મળે ત્યારની ત્યારે, પણ મરાઠાઓને અનામત આપવાની મંજૂરી મળી ગઇ છે

પાટીદારોને અનામત મળે ત્યારની ત્યારે, પણ મરાઠાઓને અનામત આપવાની મંજૂરી મળી ગઇ છે

ગુજરાતમાં પાટીદારોને અનામત અપાવવા ચાલી રહેલા આંદોલન વચ્ચે મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવા ભાજપ સરકાર વધુ એક ડગલું આગળ વધી છે. મહારાષ્ટ્ર સરકારની કેબિનેટે મરાઠાઓને અનામત આપવા અંગે મંજુરી આપી છે.

કેબિનેટની બેઠક બાદ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મરાઠાઓને અનામત આપવા મહારાષ્ટ્ર સરકાર કટિબદ્ધ છે. મરાઠાઓને સામાજિક અને શૈક્ષણિક આધારે અનામત આપવા અંગે કેબિનેટમાં સર્વાનુમતે સહમતિ સધાઇ છે. એસઈબીસીની અલગ શ્રેણીમાં મરાઠાઓને અનામત આપવામાં આવશે તેમ ફડણવીસે જણાવ્યું.

મરાઠા સમાજને 16 ટકા અનામતનો ક્વોટા આપવાનું મહારાષ્ટ્ર સ્ટેટ બેકવર્ટ ક્લાસીસ કમિશને સૂચન કર્યું હતું. પંચે તેનો અહેવાલ રાજ્યના મુખ્ય સચિવ ડી.કે. જૈનને સુપરત કર્યો હતો. અધર બેકવર્ડ ક્લાસીસને મંજૂર કરાયેલા અનામતની ટકાવારીને ડિસ્ટર્બ કર્યા વિના મરાઠા સમાજ માટે સરકારી નોકરીઓ તથા શિક્ષણ સંસ્થાઓમાં 16 ટકા બેઠક અનામત રાખવાની સમાજે કરેલી માગણી પર પંચે ભલામણ કરી છે.

મહારાષ્ટ્ર સ્ટેટ બેકવર્ડ ક્લાસીસ કમિશને એને સુપરત કરવામાં આવેલા બે લાખ જેટલા આવેદનપત્રોનો અભ્યાસ કર્યો હતો. તેમજ 45 હજાર જેટલા પરિવારોનો સર્વે કર્યો હતો અને ત્યારબાદ પોતાની ભલામણ કરતો અહેવાલ સરકારને સુપરત કર્યો હતો. પંચની આગેવાની નિવૃત જજ એન.જી. ગાયકવાડે લીધી હતી.

READ ALSO 

Related posts

આજે કર્ણાટકમાં કુમારસ્વામીની અગ્નિપરિક્ષા, સરકાર તૂટવાના એંધાણ

Mayur

ચંદ્રયાન-2 ટેક્નિકલ ખામીના કારણે રોકી દેવાયું હતું, નવી તારીખ સાથે તૈયારી થઈ પૂર્ણ

Dharika Jansari

ડિજીટલના સમયમાં સરકારનો વધુ એક આદેશ, વિદ્યાર્થીઓ માટે ફરજિયાત કર્યો હાજરીનો નિર્ણય

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!