GSTV
Home » News » મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તાર બાદ વિરોધનો સૂર દેખાયો, નારાજ નેતાઓ સોનિયા ગાંધી સાથે કરશે બેઠક

મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તાર બાદ વિરોધનો સૂર દેખાયો, નારાજ નેતાઓ સોનિયા ગાંધી સાથે કરશે બેઠક

મહારાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણને હજુ એક દિવસ થયો છે ત્યાં વિરોધના સૂર જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું એક જૂથ મંત્રીમંડળથી ઘણું નારાજ જોવા મળી રહ્યું છે. પ્રણીતિ સુશીલ શિંદે, નસીમ ખાન, અમીન પટેલ, સંગ્રામ થોપટે જેવા નેતાઓએ રાજ્ય કમિટીની સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

નેતાઓનો આરોપ છે કે મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીને ગુમરાહ કર્યા છે. નારાજ નેતાઓનું જૂથ દિલ્હી જઈને સોનિયા ગાંધીને મળવાની યોજના પણ બનાવી રહ્યું છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નારાજ નેતાઓનો આરોપ છે કે ચૂંટણી પહેલાં પાર્ટી વિરોધી કામ કરનારાઓને મહત્વ આપવામાં આવ્યું અને કોંગ્રેસના વફાદારોને સાઈડલાઈન કરવામાં આવ્યા. મહારાષ્ટ્રના નવા મંત્રીમંડળમાં અજીત પવારે ડેપ્યુટી સીએમ પદે શપથ લીધા જ્યારે ઉદ્ધવ ઠાકરેએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.

READ ALSO

Related posts

સાસુએ નગ્ન થઈ પોતાના શરીર પર ફેરવ્યો હાથ, પુત્રવધુને કહ્યું, ઘરમાં રહેવું હોય તો આ કામ કરવું પડશે…

Mayur

દિલ્હીમાં હિંસા વચ્ચે જોવા મળ્યુ કોમી એકતાનું ઉદાહરણ, મુસ્લિમોએ માનવ સાંકળ રચી આ રીતે દર્શાવી એકતા

Arohi

પીએમ-કિસાન યોજના: 3 લાખની સૌથી સસ્તી લોનનો રસ્તો સાફ, 55 લાખ લોકોને મળશે કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!