GSTV

મહારાષ્ટ્રના પાલઘરના તારાપુરની ફેક્ટ્રીમાં થયો ધમાકો, બોયલર ફાટવાથી એક મજૂરનું મોત અને ચાર ઘાયલ

Last Updated on September 5, 2021 by pratik shah

મહારાષ્ટ્ર રાજ્યના પાલઘરના તારાપુર MIDCમાં સ્થિત એક કપડા બનાવવાળી ફેક્ટરીમાં બોયલ ફાટવાથી એક મજૂરનું મોત નિપજ્યું છે, અને 4 ઘાયલ થયા છે. ધમાકા પછી લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. ઘાયલોમાં બેની સ્થિતિ અત્યંત ગંભીર છે તેવી માહિતી મળી રહી છે. આગની ભયાનકતા અને ઘાયલોની સ્થિતિ જોઈને મોતનો આંકડો વધી શકે છે.

આ આગ સવારે 6 કલાકની આસપાસ લાગી

મળતી માહિતી મુજબ પાલઘરના તારાપુરના MIDCમાં પ્લેટ જે-1માં સ્થિત કંપની જખરીયા લિમિટેડમાં આ આગ સવારે 6 કલાકની આસપાસ લાગી હતી. અને અંદાજીત અઢી કલાકના પ્રયત્નો પછી ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો. હાલમાં કૂલિંગનું કામ યથાવત છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વિસ્ફોટ એટલો ભયંકર હતો કે તેનો અવાજ લગભગ ચારથી પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાયો

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો ભયંકર હતો કે તેનો અવાજ લગભગ ચારથી પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.સુચના મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રાહત કાર્ય શરૂ કર્યું. સદનસીબે સવારે ફેક્ટરીમાં વધુ લોકો નહોતા, જેના કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો. હાલમાં ફેક્ટરીમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

Jammu & Kashmir / યુએનએ કાશ્મીરીને મુક્ત કરવાની કરી માંગ, ભારતે લગાવી ફટકાર

Vishvesh Dave

અબજોપતિ એલન મસ્કે ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલની સરમુખત્યાર સાથે કરી સરખામણી, નેટિઝન્સે લીધી મજા

Zainul Ansari

શિયાળામાં ચોમાસું: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં માવઠું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!