GSTV

મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે 10 મા ધોરણની પરિક્ષા રદ, 9 અને 11મા ઈન્ટરનલ માર્કને આધારે મળશે પ્રમોશન

પરીક્ષા

Last Updated on April 13, 2020 by Mansi Patel

કોરોના વાયરસનો વધતા જતા પ્રભાવને કારણે મહારાષ્ટ્રમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવી દીધું છે. આ બાબતને મધ્યનજર રાખીને મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે રવિવારે કોરોના વાયરસને લીધે લગાવેલા લોકડાઉનને લીધે 10માની ભૂગોળ અને વોકેશનલ વિષયોની પરિક્ષાઓ રદ કરવાનો નિર્ણય કર્યો છે.

તેમણે કહ્યું કે 14 એપ્રિલે લોકડાઉન સમાપ્ત થવાની આશા હતી પરંતુ હવે તેને વધારી દેવામાં આવ્યું છે એટલા માટે અમે બે મોટા નિર્ણયો કર્યા છે. ધોરણ 9 અને 11 માટે બીજા સેમેસ્ટરની પરિક્ષા લેવામાં નહીં આવે. અને વિદ્યાર્થીઓને ઈન્ટરનલ માર્ક્સના આધારે આગળના ધોરણમાં પાસ કરી દેવામાં આવ છે. સાથે જ ધોરણ 20ની ભૂગોળની પરિક્ષા પણ રદ કરી દીધી છે.  ભૂગોળનું પેપર પહેલા 23 માર્ચે લેવાનું હતું. અને પ્રેક્ટિકલ ( વોકેશનલ )વિષયોને 24 માર્ચથી 4 એપ્રિલ સુધી લેવાની હતી. પરંતુ હવે લોકડાઉન વધારવાનો નિર્ણય લેવાતા પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. દેશમાં 162 નવા કેસ વધતાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 9373 થઈ છે. જ્યારે કોરોનાને કારણે 334 લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. તો 1100 લોકો સાજા પણ થયા છે. હજુ પણ દેશાં કોરોનાના 7935 કેસ એક્ટિવ છે. મંજબીણાં કોરોનાના 152 કેસ રવિવારે સામે આવ્યા હતા જેમા છેલ્લા 24 કલાકમાં 16 લોકોના મોત થયા છે.

વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 18.59 લાખ થઈ છે. જેમાં 1.15 લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે. 4.29 લાખ લોકો કોરોનાને હટાવી તંદુરસ્ત થવામાં સફળ પણ રહ્યા છે. કોરોના સંક્રમિતોમાં અમેરિકામાં સૌથી વધુ 5.60 લાખ કેસ નોંધાયા છે. તો સ્પેનમાં 1.67 લાખ અને ઈટલીમાં 1.56 લાખ લોકોને કોરોના ભરખી ગયો છે.  અમેરિકામાં 22115 લોકોના કોરોનાને કારણે મોત થયા છે તો બ્રિટનમાં પણ 10 હજારથી વધુ લોકોના કોરોનાને કારણે મોત થયા છે.

READ ALSO

Related posts

50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા

Dhruv Brahmbhatt

કોણે કાપ્યું બિગ બોસના હોસ્ટ તરીકે સલમાન ખાનનું પત્તુ ? 15મી સીઝનને કરણ જોહર કરશે હોસ્ટ

Damini Patel

રાજ કુંદ્રા કાંડ/ પતિના કારનામાના લીધે શિલ્પા શેટ્ટી ક્યાંય મોઢુ દેખાડવા લાયક ના રહી, હાથમાંથી નીકળી ગયા કરોડોના કોન્ટ્રેક્ટ્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!