GSTV

રાણેને રાજ્યસભામાં લાવવા ભાજપ મક્ક્મ પણ નારાયણ નારાજ

ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન નારાયણ રાણેને રાજ્યસભામાં લાવવાના પ્રચંડ પ્રયાસ કરી રહીં છે. જણાવવામાં આવી રહ્યું છે કે ખુદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નારાયણ રાણેને રાજ્યસભાની બેઠક માટે રજૂઆત કરી છે. જોકે, આ અંગે રાણે એક અઠવાડિયામાં નિર્ણય કરી શકે તેમ છે. જોકે, રાણે અંગે ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાની ચિંતાઓને ધ્યાનમાં રાખી સત્તાવાર રીતે જણાવી શકાય નહીં કે ભાજપ રાણેને રાજ્યસભામાં લાવવામાં સફળ નિવડશે?

ભાજપના એક વરિષ્ઠ નેતાએ એક સમાચાર પત્રને જણાવ્યું, રાણેને કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં તેમને પ્રધાનપદ સોંપવું અત્યારે અનિવાર્ય નથી. જેને કારણે તેઓ અત્યારે રાજ્યસભાની બેઠકની દરખાસ્તનો સ્વીકાર કરી લે. પ્રધાન બનાવવાની માંગ પર બાદમાં વિચાર કરવામાં આવશે. અખબાર સાથેની વાતચીતમાં રાણેએ આ અંગે જાતે જણાવ્યું. તેમણે કહ્યું, ભાજપે રાજ્યસભાની બેઠકની દરખાસ્ત મોકલી છે, પરંતુ હજી સુધી તેમણે આ અંગે કોઇ નિર્ણય કર્યો નથી. આ અંગે નિર્ણય લેવા મેં એક અઠવાડિયાનો સમય માંગ્યો છે.

આ ઉપરાંત ધ એશિયન એજના સમાચાર મુજબ, રાજ્યસભા માટે રાણેને ઉમેદવાર બનાવવા મામલે શિવસેના પોતાના હિસ્સામાંથી વોટ આપશે નહીં. સમાચાર મુજબ, 23 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન ભાજપ પોતાના અધિકૃત ઉમેદવારો સિવાય રાણેને ઉમેદવાર બનાવે છે તો તેને ભાજપ પાર્ટી સિવાયના 7 સભ્યોના વધુ મતની જરૂર પડશે અને શિવસેનાના વલણને જોતાં આ બાબત સરળ લાગતી નથી.

Related posts

શાહરૂખની ઑનસ્ક્રીન દીકરીના પિતાનું થયું નિધન, આ કારણે નહીં કરી શકે અંતિમ દર્શન

Bansari

હાથમાં વેલણ લઇને જેનેલિયા ડિસુઝાએ પતિ પાસે ઘસાવ્યા વાસણ, જોવા જેવો છે એક્ટરનો આ Funny Video

Bansari

દુનિયાના 150 દેશમાં સક્રિય છે તબલિગી જમાત, પરંતુ ઈસ્લામના ઉદગમ બિંદુ સમાન આ બે દેશમાં છે પ્રતિબંધિત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!