GSTV

ભાજપની બિલાડીથી પણ વધુ ઝડપ : 7 દિવસમાં 3.19 લાખ ઉંદર સાફ, કૌભાંડની તો હદ થઈ

Last Updated on March 23, 2018 by Karan

મહારાષ્ટ્રમાં ઉંદર મારવાના કોન્ટ્રાક્ટમાં કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ કંપનીએ માત્ર સાત દિવસમાં ત્રણ લાખ ઓગણિસ હજાર ચારસો ઉંદરોને મારી નાખ્યા છે. હવે ભાજપના જ એક ધારાસભ્યે કંપની દ્વારા કરવામાં આવેલી ઉંદર મારવાની કામગીરી પર સવાલ ઉઠાવ્યો છે. મહારાષ્ટ્ર ભાજપના નેતા એકનાથ ખડસેએ પોતાના પક્ષની જ સરકારને સવાલ કર્યો છે કે કોઈ સાત દિવસમાં ત્રણ લાખ ઉંદર કેવી રીતે મારી શકે? આ મામલે એકનાથ ખડસેએ તપાસની માગણી કરી છે.

ખડસેએ બજેટની માગણીઓ પર ચર્ચા દરમિયાન કહ્યુ હતુ કે બૃહન્મુંબઈ મહાનગરપાલિકા એટલે બીએમસીએ શહેરમાં છ લાખ ઉંદર મારવા માટે બે વર્ષનો સમય લીધો હતો. ખડસેએ દાવો કર્યો છે કે એક સર્વેક્ષણમાં મંત્રાલયમાં ત્રણ લાખ 19 હજાર 400 ઉંદર છે. એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે ઉંદરને મારવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કોન્ટ્રાક્ટ મેળવનારી કંપનીને છ માસનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ તેમને માત્ર સાત દિવસોમાં આ કામને પુરું કરવાનો દાવો કર્યો છે. તેનો અર્થ છે કે એક દિવસમાં 45628.57 ઉંદર માર્યા હશે. તેમા 0.57 ઉંદર નવજાત હશે.

ખડસેની દલીલને કારણે વિધાનસભા ગૃહમાં હાસ્યનું મોજું છવાયું હતું. તેમણે કહ્યુ છે કે આનો એવો અર્થ પણ છે કે કંપનીએ દર મિનિટે 31.68 ઉંદરો માર્યા હશે. તેમનું વજન લગભગ 9125.71 કિલોગ્રામ રહ્યું હશે અને મરનારા ઉંદરોને મંત્રાલયમાંથી લઈ જવા માટે દરરોજની એક ટ્રકની જરૂરત પડી હશે. પરંતુ આ મરેલા ઉંદર ક્યાં ફેંકવામાં આવ્યા તેની જાણકારી મળી નથી.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મહેસૂલ પ્રધાન એકનાથ ખડસેએ હળવા અંદાજમાં ક્હ્યુ હતુ કે સરકાર કોઈ કંપનીને આ કામગીરી સોંપવાના સ્થાને આના માટે દશ બિલાડીઓને લગાવી શકે તેમ હતી. ખ઼સેનો આરોપ છે કે મંત્રાલયના પરિસરમાં કંપની દ્વારા રાખવામાં આવેલા ઝેરને ખાઈને ધર્મા પાટિલ નામના એક ખેડૂતે ફેબ્રુઆરીમાં આપઘાત કરી લીધો હતો.

ધર્મા પાટિલે જમીન સંપાદનને લઈને વળતર આપવામાં અન્યાયનો આરોપ લગાવતા મંત્રાલયની બહાર ઝેર ખાઈ લીધું હતું અને થોડા સમયમાં તેનું મોત નીપજ્યું હતું. ખડસેએ કહ્યુ છે કે આના સંદર્ભે કોઈ માહિતી નથી કે શું કંપનીનો ઉપયોગ કરવાની મંજૂરી અપાઈ હતી અથવા નહીં.. શું કંપનીને મંત્રાલયમાં ઝેરનો ભંડાર રાખવાની મંજૂરી મળી હતી. ભાજપના ધારાસભ્ય એકનાથ ખડસેએ તપાસની માગણી કરતા ક્હયુ છે કે કંપની દ્વારા માત્ર સાત દિવસમાં ત્રણ લાખથી વધારે ઉંદર મારવાના દાવા પર ભરોસો બેસતો નથી. તેમણે આની તપાસની માગણી પણ કરી છે.

 

 

 

Related posts

Big Breaking / યોગી આદિત્યનાથની કેબિનેટમાં સામેલ થયા 7 મંત્રી, આ નેતાઓએ શપથ ગ્રહણ કર્યા

Zainul Ansari

પરસ્પર લગ્નના વચનો આપીને સંબંધ બનાવ્યા બાદ ‘બ્રેકઅપ’ કરવું બળાત્કાર ન કહેવાય, હાઈકોર્ટનો મોટો ચુકાદો

Zainul Ansari

Big Breaking / પંજાબના રાજ્યપાલે 15 ધારાસભ્યોને લેવડાવ્યા કેબિનેટમંત્રી પદના શપથ, આવું હશે ચરણજીતસિંહ ચન્નીનું મંત્રીમંડળ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!