GSTV
Home » News » આજે મહારાષ્ટ્ર બંધનું એલાન, મહારાષ્ટ્ર તરફનો વાહન વ્યવહાર ખોરવાયો, ટ્રેન અને બસના પૈડા થંભ્યા

આજે મહારાષ્ટ્ર બંધનું એલાન, મહારાષ્ટ્ર તરફનો વાહન વ્યવહાર ખોરવાયો, ટ્રેન અને બસના પૈડા થંભ્યા

મહારાષ્ટ્રના પુણૈમાં બસો વરસ જૂના યુદ્ધની વરસીને લઇને વકરેલી હિંસા બાદ આજે મહારાષ્ટ્ર બંધનુ એલાન અપાયુ છે. બંધના એલાનને બાદ રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે શાંતિની અપીલ કરી છે.

બંધના પગલે 40 હજાર સ્કુલ બસના પૈડા થંભી ગયા છે. મુંબઈના વર્લીમાં બે બસમાં તોડફોડ કરવામાં આવી છે. તો થાણેમાં રેલ માર્ગ પર આંદોલનકારીઓ ઉતરી ગયા છે. મહારાષ્ટ્ર તરફનો વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. મુંબઈમાં ડબ્બા વાળાઓએ બંધ પાળવાનો નિર્ણય કર્યો છે. જેથી બે લાખ ટિફિન સેવા પ્રભાવિત થવાની છે.

સોમવારે થયેલી હિંસામાં એકનુ મોત થયુ હતુ. સરકારે આ હિંસાની ન્યાયિક તપાસના આદેશ આપી દીધા છે. ભીમરાવ આંબેડકરના પૌત્ર અને એક્ટિવિસ્ટ પ્રકાશ આંબેડકરે મહારાષ્ટ્ર બંધનુ આહવાન કર્યુ છે. મુંબઇના અનેક હિસ્સાઓમાં કલમ ૧૪૪ લગાડી દેવાઇ છે. તો ગ્રામીણ વિસ્તારોમાં બસ સેવાને રોકી દેવાઇ છે. રાજ્ય સરકારે સ્થિતી નિયંત્રણમાં હોવાનો દાવો કર્યો છે.

તો ગઈકાલે મુંબઇના ચેમ્બુર અને મુલુંડ હાર્બર લાઈન પર સ્થાનિક ટ્રેન સેવાઓ અટકાવવામાં આવી હતી

પૂણેમાં બે સમુદાય વચ્ચે થયેલી હિંસાની અસર મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી. મંગળવારે મુંબઇ ઉપરાંત હડપસર અને ફુરસુંગીમાં બસ ઉપર પત્થરમારો થયો. બીડ, પરભણી, સોલાપુર અને બુલઢાણા સહિત ઘણા સ્થળોએ વિરોધ પ્રદર્શન થયા. તો ક્યાંક તોડફોડની પણ ઘટના બની. મુંબઇમાં વિરોધ પ્રદર્શનના કારણે લોકલ ટ્રેન સેવા પણ પ્રભાવિત થઇ.

ગઈ કાલે પૂણેમાં હિંસા બાદ મુંબઇમાં ઘણા સ્થળોએ સ્કૂલ અને કોલેજ બંધ કરી દેવામાં આવી. જામથી વિરોધ પ્રદર્શનથી બચવા માટે ઘણી ઓફિસો પણ વહેલી બંધ થઇ ગઇ. ઘાટકોપરમાં આરપીઆઇના કાર્યકરોના પ્રદર્શનના કારણે દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી. મુંબઇના ચેમ્બુર, મુલુંડ, ઘાટકોપર, કુર્લા વગેરે વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો થયા અને સરકારી બસો પર પત્થરમારાની ઘટના પણ બની.

ચેમ્બુરમાં એમ્બ્યુલન્સમાં તોડફોડ કરવામાં આવી. ઇસ્ટર્ન એક્સપ્રેસ વે પર ચક્કાજામ કરવામાં આવ્યો. આકુર્લી-ગોવંડીની વચ્ચે રેલવે વ્યવહારને અસર થઇ. પૂણેમાં ઘણા સ્થળોએ બસમાં આગ લગાવી દેવાઇ. જે બાદ બસ સેવાને અટકાવી દેવામાં આવી હતી.

ઘાટકોપરના કેટલાક વિસ્તારમાં પત્થરમારાના અહેવાલ આવ્યા હતા. જેથી ઔરંગાબાદ અને અહમદનગરમાં પણ બસ સેવાને રોકી દેવાઇ હતી. ઠેર ઠેર હિંસા અને પત્થરમારાની ઘટનાના કારણે એમએસઆરટીસીની આશરે 134 બસોને નુકસાન પહોંચ્યું. મુંબઇના જુદા જુદા વિસ્તારોમાં હિંસા ફેલાવવાના આરોપમાં પોલીસે 100થી વધુ લોકોની અટકાયત કરી હતી.

તો બીજી તરફ કેટલાક સંગઠનો દ્વારા બુધવારે બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે આરપીઆઇના કાર્યકરો બુધવારે મુંબઇના પોલીસ સ્ટેશન સામે ધરણા આપશે.

હિંસા બાદ સોશિયલ મીડિયા પર ફેલાવાતી અફવાહ સામે સાવધ રહેવા પોલીસે સૂચના આપી હતી. મુંબઇના જુદા જુદા વિસ્તારોમાં થયેલા વિરોધ પ્રદર્શન બાદ એસઆરપીની ચાર કંપનીઓ તૈનાત કરી દેવાઇ છે.

Related posts

જ્હોનની પાગલપંતીનું બીજુ ટ્રેલર થયું રિલિઝસ એક્શન અને દમાદાર કોમેડીથી છે ભરપૂર

pratik shah

ગુજરાત સરકારની ઉંઘ ઉડાડવા હાર્દિક પટેલ ફરી આવ્યો મેદાને, લીધો આ નિર્ણય

Nilesh Jethva

બ્રિટનની લેબર પાર્ટી પર સાઈબર હમલો, કોમ્યુટર સર્વરને ઓફલાઈન કરવાની કરાયો પ્રયત્ન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!