GSTV
Home » News » મહારાષ્ટ્રમાં ભાજપનાં સંકલ્પ પત્રમાં વીર સાવરકરને ભારત રત્ન આપવાનો વાયદો

મહારાષ્ટ્રમાં ભાજપનાં સંકલ્પ પત્રમાં વીર સાવરકરને ભારત રત્ન આપવાનો વાયદો

મહારાષ્ટ્રમાં ચૂંટણી અંતર્ગત ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે, જેમાં વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન આપવાની વાતનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે આ વાતને લઈને કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે અને કહ્યું કે હવે આ દેશમાં કંઈ જ ન થઈ શકે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે જયારે આ દેશમાં મહાત્મા ગાંધીએ આત્મહત્યા કરી તેવું લખવામાં આવે છે ત્યારે કંઈપણ થઈ શકે છે. મનીષ તિવારીએ વધુમાં કહ્યું કે સાવરકર વિરૂદ્ધ ગાંધીજીની હત્યામાં સંડોવણી હોવાના આરોપ લાગ્યા હતા અને તેની તપાસ પણ થઈ હતી.

તો તેઓએ કહ્યું કે એક લેખમા દાવો કરાયો હતો કે પંચે સાવરકરને જવાબદાર ગણાવ્યા હતા. મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરામાં વીર સાવરકરને ભારત રત્ન આપવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવશે તે વાતનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત સાવિત્રી બાઈ ફુલે અને જ્યોતિ રાવ ફુલેને પણ ભારત રત્ન અપાવવાનો વાયદો કરાયો છે.

READ ALSO

Related posts

કેરલ: રાજ્યપાલ આરિફ મોહમ્મદને હટાવવાનો પ્રસ્તાવ, સ્પીકરે નોટિસ માન્ય રાખી

Pravin Makwana

ફક્ત 25 રન અને ટી-20 ઈન્ટરનેશનલમાં ધોનીનો રેકોર્ડ તોડશે વિરાટ કોહલી

pratik shah

બોયફ્રેન્ડ સાથે પકડાઈ નવવધુ, ગામલોકોએ પકડી બંનેના નાક કાપી નાખ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!