GSTV
Maharashtra Assembly Election 2019

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની યુતિ સરકાર બનાવવા તરફ, આ બે પાર્ટીનું તો ખાતુ પણ નથી ખૂલ્યું

મહારાષ્ટ્રની કુલ 288 સીટમાંથી 224 સીટોનું દ્રશ્ય સામે આવી ગયું છે. જેમાં 165 બેઠક પર બીજેપી અને શિવસેનાનું ગઠબંધન ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ 51 સીટ સાથે લીડ પર છે. બીજેપી પોતાના દમ પર 110 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે શિવસેનાનું પ્રદર્શન ગત્ત વર્ષની ચૂંટણીની માફક 55 સીટો પર આગળ ચાલી રહ્યા છે.

કોંગ્રેસ 26 અને તેની સહયોગી પાર્ટી એનસીપી 30 બેઠકો પર કોંગ્રેંસ કરતા આગળ ચાલી રહી છે. આ સમયે પૂર્વ મુખ્યમંત્રીના નારાયણ રાણે દિકરા નીતિશ રાણે કણકવલી સીટ પરથી આગળ ચાલી રહ્યા છે. નીતેશે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી છે. આ સીટ મહત્વની છે કારણ કે ગઠબંધનની પાર્ટી હોવા છતાં શિવસેનાએ ત્યાં પોતાનો ઉમેદવાર ઉભો રાખી બળવાના સૂર વહેતા કર્યા હતા. આમ છતાં સીટ હવે ભાજપના ખાતામાં જઈ રહી હોવાનું સાફ દેખાઈ રહ્યું છે.

બીજી તરફ ઔવેસી અને રાજ ઠાકરેની પાર્ટીનું હજુ સુધી ખાતુ પણ નથી ખૂલ્યું. ઔવેસીની પાર્ટી AIMIMનો કોઈ પણ નેતા જીતની નજીક નથી દેખાઈ રહ્યો. ત્યાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના પણ હાલ શૂન્ય પર છે. એટલે કે અત્યાર સુધીમાં 288 સીટમાંથી 132 સીટો પર પરિણામ આવ્યા છે. જેમાં ભાજપ અને શિવસેના જીતનો ચમકારો દર્શાવી રહ્યાં છે.

READ ALSO

Related posts

ઉદ્ધવની પ્રગતિ અને રાજ ઠાકરેની પડતીના આ છે કારણો, આજે એક દિકરો બાપનું વચન પાળશે

Mansi Patel

મહારાષ્ટ્રમાં સરકાર બનતી અટકાવવા ભાજપ છેલ્લી પાટલીએ બેસશે, નેતાઓને લાગે છે આ ડર

Karan

રામવિલાસ પાસવાનનો શિવસેના પર કટાક્ષ, ‘રસ્તા પર એ જ જાનવર મરે છે જે નિર્ણય નથી લઈ શકતા કે જમણીબાજુ જવું કે ડાબી બાજુ

Mansi Patel
GSTV