GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

BSP સુપ્રિમો માયાવતીએ કરી ધર્મ પરિવર્તનની જાહેરાત, યોગ્ય સમયે બૌદ્ધ ધર્મ અંગિકાર કરશે

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન BSP સુપ્રીમો માયાવતીએ બાબા સાહેબની જેમ બૌદ્ધ ધર્મ અંગિકાર કરવાની વાત ઉચ્ચારી છે. એક ચૂંટણી જનસભાને સંબોધતા નાગપુરમાં માયાવતીએ કહ્યું કે તેઓ પણ બાબાસાહેબ આંબેડકરની જેમ યોગ્ય સમયે બૌદ્ધ ધર્મ અંગિકાર કરશે, જેમાં મોટી સંખ્યામાં લોકો તેની સાથે જોડાશે.

માયાવતીએ વધુમાં કહ્યું કે, ધર્મ પરિવર્તનનું આ કાર્ય ત્યારે જ શક્ય બનશે જ્યારે બાબાસાહેબના અનુયાયી રાજકીય ક્ષેત્રે તેમને બતાવેલા માર્ગ પર ચાલશે. મહારાષ્ટ્રમાં BSP સીટોની દ્રષ્ટીએ સફળ નથી પણ વોટની દ્રષ્ટીએ પાર્ટી ઘણા રાજ્યોની જેમ અહીંયા પણ મોટી જીત નોંધાવે છે.

યુપીની જેમ અહીં પણ દલિત વર્ગ મોટી સંખ્યામાં માયાવતી સાથે જોડાયેલો છે. મહત્વનું છે કે મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરે મતદાન યોજાશે, તેનું પરિણામ 24 ઓક્ટોબરે જાહેર કરાશે. મહારાષ્ટ્રમાં તમામ 288 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન યોજાશે. રાજ્યમાં BJP- શિવસેના અને કોંગ્રેસ-NCPનું ગઠબંધન સામ સામે છે.

READ ALSO

Related posts

તમારા ફેસબુકનો ડેટા ચોરી રહ્યા છે આ 25 એપ્લિકેશન, અત્યારે જ ફોનમાં કરી નાખો Delete

Pravin Makwana

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 7074 કેસ, સંક્રમીતોની સંખ્યા બે લાખને પાર

Mansi Patel

20 વર્ષથી નાસતા ફરતા પાસાના આરોપીને વિરમગામ રેલવે પોલીસે મધ્ય પ્રદેશથી ઝડપી પાડ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!