GSTV
Gujarat Government Advertisement

અંડરવર્લ્ડ ડૉન છોટા રાજનના ભાઈને NDAએ આપી ટિકિટ, કમળનાં નિશાન પર લડશે ચૂંટણી

Last Updated on October 3, 2019 by Mansi Patel

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 2019 માટે રાજકીય ઘમાસણ ચરમસીમાએ છે. દરેક પાર્ટીઓએ લગભગ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે આ બધાની વચ્ચે સત્તારૂઢ ભાજપાની સહયોગી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાએ પશ્વિમી મહારાષ્ટ્રનાં ફલટણ વિધાનસભા ક્ષેત્રમાંથી દીપક નિકાલજેને મેદાનમાં ઉતાર્યો છે. જે જેલમાં બંધ અંડરવર્લ્ડ ડૉન છોટા રાજનનો ભાઈ છે.આ ઘટનાની સામે આવ્યા બાદ રાજકીય ગલીઓમાં હલચલ તેજ થઈ ગઈ છે.

કેન્દ્રીય મંત્રીની છે પાર્ટી

રાજ્યમાં 21 ઓક્ટોબરથી થનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ, શિવસેના અને અન્ય નાની સહયોગીઓની વચ્ચે સીટોની વહેંચણી હેઠળ કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવાલેના નેતૃત્વવાળી આરપીઆઈને છ સીટો આપવામાં આવી છે. અઠાવલેએ બુધવારે મુંબઈમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી જેમાં છોટા રાજનનાં ભાઈ દીપક નિકાલજેનું નામ પણ સામેલ છે.

આરપીઆઈનું નિવેદન

પાર્ટીનાં એક વરિષ્ઠ નેતાએ કહ્યુ, આ વખતે તેમણે (છોટા રાજનનાં ભાઈએ) ફલટણમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કારણકે તેઓ તે વિસ્તારમાંથી આવે છે. અને તેમનો અહીં સારો સંપર્ક છે. અન્ય પાંચ સીટો જ્યાંથી આરપીઆઈનાં ઉમેદવારો હશે, તેઓ સોલાપુર જીલ્લાનાં માલશિરસ, નાંદેડ જીલ્લાનાં ભંડારા અને નયગાંવ, પરભણીમાં પાથરી અને મુંબઈમાં માનખુર્દ-શિવાજી નગર છે.

પહેલાં પણ લડી હતી ચૂંટણી

ઘણા વર્ષોથી આરપીઆઈ સાથે જોડાયેલાં નિકાલજેએ આની પહેલાં પણ પાર્ટીની ટિકિટ પર મુંબઈનાં ચેમ્બુર વિધાનસભામાંથી ચૂંટણી લડી હતી. પરંતુ તે સમયે તેઓ હારી ગયા હતા. પરંતુ આ વખતે તેઓ પોતાની જીતને લઈને આશ્વસ્ત દેખાઈ રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

વેક્સિનેશન પોલીસ પર રાહુલ ગાંધીના ચાબખા, કહ્યું: મોદી સરકારને પોતાનું PR કરવામાં વધુ રસ

Pritesh Mehta

WTC Final / ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનુ તૂટ્યું, ન્યૂઝીલેન્ડે રચ્યો ઇતિહાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!