GSTV
Home » News » CM ફડણવીસનાં રાજીનામાં પછી પણ મહારાષ્ટ્રમાં બની શકે છે સરકાર, આ છે બે વિકલ્પ

CM ફડણવીસનાં રાજીનામાં પછી પણ મહારાષ્ટ્રમાં બની શકે છે સરકાર, આ છે બે વિકલ્પ

વિધાનસભાની મુદત 9 નવેમ્બરના રોજ સમાપ્ત થાય છે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પદ પરથી રાજીનામું આપ્યું, શિવસેના પાસે સરકારની રચના અંગે 2 વિકલ્પો છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની હાલની મુદત 9 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી છે અને તેના એક દિવસ પહેલા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે, રાજ્યમાં સરકાર બનાવવા માટેના વિકલ્પો હજી ખુલ્લા છે. એવું માનવામાં આવે છે કે ફડણવીસે રાજીનામું આપ્યું છે અને શિવસેના ઉપર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો છે.

શિવસેના સાથે સરકાર બનાવવાની મડાગાંઠ વચ્ચે, શાસક ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ નિર્ણય લીધો છે કે તે રાજ્યમાં લઘુમતી સરકાર નહીં બનાવે. ભાજપ જાણે છે કે તેની પાસે બહુમતી નથી અને જો તે લઘુમતીની સાથે સરકાર બનાવે તો શિવસેનાને કોંગ્રેસ-એનસીપી સાથે સરકાર બનાવવાનું બહાનું મળી જશે.

સરકાર રચનાના આ છે 2 વિકલ્પ

પહેલા વિકલ્પ હેઠળ સરકાર રચવા માટે શિવસેનાએ ભાજપ પાસેથી મુખ્યમંત્રી પદની માંગ છોડી દેવાની રહેશે કે ભાજપ દ્વારા શિવસેનાને 50-5૦ ના ફોર્મ્યુલા પર જે વચન આપવામાં આવ્યું હતું તે પૂર્ણ કરવું પડશે. જો આ બંનેમાંથી કોઈપણ વિકલ્પ પર સંમતિ નથી. હાલમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 9 નવેમ્બરના એક દિવસ પહેલા જ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. વિધાનસભાની મુદત 9 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી છે. જો કે, તે બંનેમાં જે રીતે તણાવ દેખાઈ રહ્યો છે, તે અસંભવિત લાગે છે.

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી નવી સરકાર ન બને ત્યાં સુધી તેમની દેખરેખ મુખ્યમંત્રી પદે નિયુક્તી કરી શકે છે જેથી સરકાર રચવાના અન્ય પ્રયત્નોનો વિચાર કરી શકાય. જો સરકારની રચના અંગે કોઈ પ્રગતિ ન થાય તો રાજ્યપાલ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી શકે છે. આ પછી 9 નવેમ્બર પછી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનનો અમલ થશે. નિયમો અનુસાર નવી વિધાનસભામાં નવી સરકાર નહીં બનાવવામાં આવે તો નવનિયુક્ત ધારાસભ્યો ધારાસભ્યો તરીકે પદના શપથ ગ્રહણ કરી શકશે નહીં.

READ ALSO

Related posts

સિયાચિનમાં હિમસ્ખલન થતા સેનાના આઠ જવાનો બરફ નીચે દટાયા, સર્ચ અભિયાન શરૂ

Nilesh Jethva

ના હોય! સ્ટાફને અંધારામાં રાખીને પોર્ન ફિલ્મ શૂટ કરવા લાગ્યાં એડલ્ટ સ્ટાર્સ, જોત જોતામાં તો….

Bansari

સુરત મનપાની 8 મહિલા કર્મચારીઓ પાસે સેક્સની માગણી કરતો હતો આ શખ્સ, 2 મહિલાના સંસારમાં લાગી લગાડી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!