GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

5 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 45 અને હરિયાણામાં 55 ટકા થયું મતદાન

સામાન્ય ચૂંટણી બાદ દેશની પહેલી મોટી ચૂંટણી ગણાતી મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા માટે વોટિંગ શરૂ છે. મહારાષ્ટ્રની 288 સીટો માટે મતદાન થઈ રહ્યુ છે, ત્યારે સાંજના 5 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 45 ટકા મતદાન થયુ છે. જ્યારે હરિયાણામાં 55 ટકા મતદાન થયુ છે.  આ બંને રાજ્યોના પરિણામો 24 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. આજે યોજાઈ રહેલી ચૂંટણી સંઘ વડા મોહન ભાગવત, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને એનસીપી નેતા પોતાનાં મતાધિકાર કર્યો હતો. આજે સાંજથી એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ જશે.

મહારાષ્ટ્રમાં કુલ 8.98 કરોડ લોકો સોમવારે મતદાન કરશે, જેમાં 4.28 કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં 3,237 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 235 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. તેઓ રાજ્યમાં કુલ 288 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યમાં 96,661 મતદાન મથકો બનાવાયા છે. બીજેપી 164 બેઠક પર લડી રહીં છે. બીજેપી-શિવસેનાના ગઠબંધનની સામે કોંગ્રેસ-એનસીપીનું ગઠબંધ છે.

ટિકટોક સ્ટાર અને હરિયાણાની આદમપુર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સોનાલી ફોગાટે મત આપ્યો છે. કોંગ્રેસનાં કુલદીપ બિશ્નોઇ સોનાલી ફોગાટ સામે ચૂંટણી લડી રહ્યા છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ગુજરાત સહિત 18 રાજ્યોની 63 વિધાનસભા બેઠકો પર પણ પેટા ચૂંટણી માટે પણ મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં કર્ણાટકમાં 15, ઉત્તર પ્રદેશની 11, બિહાર અને કેરળમાં 5-5, પંજાબ, આસામમાં 4, સિક્કિમની 3, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, તમિળનાડુમાં 2-2, છત્તીસગઢ, અરૂણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મેઘાલ., ઓરિસ્સા અને તેલંગણાની 1-1 બેઠક સામેલ છે. મહારાષ્ટ્રમાં એક લોકસભા બેઠક પર પણ પેટા ચૂંટણી છે.

ગુજરાતમાં ઇવીએમ ખોટકાયાની બુમરાણ

ગુજરાતની 6 બેઠકો પર પેટા ચૂંટણીને લઈ મતદાનનો ધમધમાટ ચાલી રહ્યો છે. આમ છતાં કેટલીક જગ્યાએ બીજી વખતની ચૂંટણીમાં મતદારોને કોઈ રસ ન રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાય છે. સવારના સાત વાગ્યાના ટકોરે શરૂ થયેલા મતદાનમાં ઈવીએમ ખોટકાવના કારણે ઘણી જગ્યાએ મતદારોને હેરાન થવાનો વારો આવ્યો હતો. જેના કારણે બાદમાં મતદાનને પણ અસર પહોંચી હતી. આમ છતાં ઘણી જગ્યાએ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. કેટલીક જગ્યાએ સવારથી જ લાંબી કતારો લાગી હતી. તો કેટલીક જગ્યાએ મતદાન કરવામાં કોઈને રસ ન હોય તેવું પણ ઉડીને આંખે વળગતું હતું.

READ ALSO

Related posts

વિશ્વમાં કોરોનાની સંખ્યા 68 લાખ 85 હજારને પાર, મૃત્યુઆંક 4 લાખ નજીક

Nilesh Jethva

એસવીપી હોસ્પિટલ ફરી વિવાદમાં : જીવના જોખમે લોકોની સેવા કરતા કોરોના વોરિયર્સનો પગાર કાપવામાં આવતા ભારે રોષ

Nilesh Jethva

બાથરૂમ સેલ્ફીને કારણે ચાહત ખન્ના ચર્ચામાં, ગરીબો માટે એક ટંક ભોજનના ત્યાગની પણ વાત કરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!