GSTV
Home » News » મહારાષ્ટ્ર અને હરિયાણાના ઉમેદવારોના આ દિવસે ફાયનલ થશે નામ, મોદી અને શાહ પણ રહેશે હાજર

મહારાષ્ટ્ર અને હરિયાણાના ઉમેદવારોના આ દિવસે ફાયનલ થશે નામ, મોદી અને શાહ પણ રહેશે હાજર

આગામી ચૂંટણીઓને ધ્યાને રાખીને 29 સપ્ટેમ્બરના રોજ ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા, શિવરાજસિંહ ચૌહાણ, નીતિન ગડકરી, થાવરચંદ ગેહલોત અને સંગઠન મંત્રી બી એલ સંતોષ ઉપસ્થિત રહેશે.

ચૂંટણી સમિતિની બેઠકમાં મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની સાથે દેશભરની 66 વિધાનસભા બેઠકો પર થઇ રહેલી પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામ પર નિર્ણય કરવામાં આવશે. ભાજપના વરિષ્ઠ નેતાઓ અરૂણ જેટલી અને સુષ્મા સ્વરાજના નિધન બાદ અને સંગઠન મહાસચિવ રામલાલની સંઘમાં વાપસી બાદ ભાજપની આ સૌથી મોટી બેઠક છે.

અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ અને રામલાલ સંગઠન મહાસચિવની રૂએ ભાજપના તમામ અધિકૃત ફેંસલા લેનારા સંસદીય બોર્ડ અને ચૂંટણી સમિતિના અધ્યક્ષ હતા. ભાજપે હજુ સીધી તેમની જગ્યાએ અન્ય બીજા નામોની જાહેરાત કરી નથી.

READ ALSO

Related posts

BUDGET 2020 : અત્યાર સુધી સોમનાથથી દ્વારકા જવા બસ કે રેલવે હતી, પણ હવે પ્લેન મળ્યું છે

Mayur

ખેડૂતો માટે નીતિન પટેલે નવી યોજનાની કરી જાહેરાત, 3500 કરોડનું આયોજન પણ આપ્યા 500 કરોડ

Mayur

સાવરકરને સન્માન આપવામાં ભાજપ-શિવસેના બાખડી, વિધાનસભામાં પ્રસ્તાવ રદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!