GSTV

મહારાષ્ટ્ર: રાજ્યમાં 281 ડોક્ટરોએ CM ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આત્મહત્યા કરવાની માંગી મંજૂરી, જાણો શું છે મામલો!

Last Updated on July 8, 2021 by pratik shah

કોરોનાથી ભંયકર રૂપે ઝઝૂમી રહેલા મહારાષ્ટ્રા 280થી વધુ ડોક્ટરોએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આત્મહત્યાની મંજૂરી માંગી છે. એક રિપોર્ટ અનુસાર 281 આર્યુવેદિક ડોક્ટરોએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્વવ ઠાકરેને પત્ર લખ્યો છે. બીજી તરફ મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા અપમાનજનક વ્યવ્હારને કારણે આત્મહત્યા કરવાની મંજૂરી માંગી છે.

પત્રમાં ડોક્ટરોએ રાજ્ય સરકાર દ્વારા વિશેષ રીતે કોવિડ-19 મહામારી દરમિયાન આયુર્વેદિક ડોક્ટરો સાથે થયેલા દુર્વ્યહારની ઝાટકણી કાઢી છે. સાથે જ પછાત આદિવાસી વિસ્તારોમાં લાંબા સમય સુધી તૈનાતી પર નિરાશા વ્યક્ત કરતા બીએએમએસ ડોક્ટરોએ જણાવ્યું કે તેઓ છેલ્લા બે દાયકાથી 18 આદિવાસી જિલ્લાઓમાં લોકોની સેવા કરી રહ્યા છે, મોટાભાગે અમે એવા વિસ્તારોમાં જઇએ છીએ, જ્યા પાયાની સુવિધાઓ પણ નથી. પરંતુ સરકાર તેમની સાથે ભેદભાવ કરી રહી છે.

બીએમએસ ડોક્ટરોના જણાવ્યા મુજબ, તેઓ પછાત વિસ્તારોમાં સ્થાનિક લોકોની નાની-મોટી બીમારીઓ, સાપ-વીંછીના કરડવા, કુપોષિત બાળકોની સારવાર વગેરે સહીત જુદી જુદી બીમારીઓની સારવાર કરે છે.

ઉલ્લેખનીય છે કે આયુર્વેદિક તબીબો દ્વારા લખવામાં આવેલ પત્ર એક આયુર્વેદિક ચિકિત્સક સ્વપ્નિલ લોન્કર દ્વારા આત્મહત્યાના કર્યાના કેટલાંક દિવસો પછી આવ્યો છે જ્યારે MPSC (મહારાષ્ટ્ર લોક સેવા આયોગ)ની પરીક્ષા પાસ કરવા છતાં તેમને પોસ્ટિંગથી વંચિત રાખવામાં આવ્યા હતા.

esic

પોતોના જીવનને ટૂંકાવવાની મંજૂરી માંગવાવાળા પત્ર પર સહી કરનાર માથી એક ડો શેષરાવ સૂર્યવંશીએ જણાવ્યું કે રાજ્ય સરકાર આ નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં સેવા કરનારા પોલીસ અને સરકારી અધિકારીઓને વિશેષ પ્રોત્સાહન ભથ્થું આપે છે, જ્યારે કે ડોક્ટરોને સમાન લાભથી વંચિત કરવામાં આવે છે અને વેતનના રૂપમાં ફક્ત 24 હજાર રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે.

રિપોર્ટ અનુસાર ગત વર્ષે ડોક્ટરો અને મહારાષ્ટ્રના ડે સીએમ અજીત પવાર, સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે અને જનજાતીય મંત્રાલય વચ્ચે એક બેઠક યોજાઈ હતી. ત્યાર પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે આદિવાસી ક્ષેત્રોમાં કામ કરવાવાળા આ 281 આર્યુવેદિક ડોક્ટરોને હાજર વેતન 24 હજાર રૂપિયા સિવાય 40 હજાર રૂપિયા આપવામાં આવે, જો કે આટલો સમય વિત્યા બાદ પણ હાલમાં આ નિર્ણય પર અમલ થવો બાકી છે. જે નિશ્ચિત રૂપે ફ્રન્ટલાઈન વર્કર માટે ચિંતાનો વિષય છે.

READ ALSO

Related posts

BJPનો ગુપ્તચર પ્લાન/ વર્તમાન ધારાસભ્યોની કરમકુંડળી જાણવા માણસોને કામે લગાડ્યા, સિનિયર ધારાસભ્યો પર લટકતી તલવાર

Pravin Makwana

ખેડૂત આંદોલનને એક વર્ષ પૂરૂં, ટિકૈતે કહ્યું- ટેકાના ભાવને કાયદેસર માન્યતા નહીં મળે ત્યાં સુધી ઘર વાપસી નહીં

Damini Patel

સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે મુસાફરોનો ધસારો, 19 મહિના પછી પ્રથમવાર વિદેશી મુસાફરોની અવર-જવરનો આંક 50 હજારને પાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!