GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્રમાં લાગી શકે છે 8 દિવસનું લોકડાઉન, સર્વદળીય બેઠકમાં બોલ્યા સીએમ: થોડી તકલીફો સહન કરવી પડશે

Last Updated on April 10, 2021 by Pritesh Mehta

દેશમાં કોરોનાનું હોટસ્પોટ બની ગયેલા મહારાષ્ટ્રમાં સ્થિતિ વધુને વધુ બગાડી રહી છે ત્યારે હવે મહારાષ્ટ્ર સરકાર વધુ કડક નિર્ણયો લઇ શકે છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ આજે સર્વદળીય બેઠક બોલાવી હતી. બેઠક બાદ સીએમ ઉદ્ધવ ઠાકરે એ મહત્વનું નિવેદન કરતા કહ્યું હતું કે લોકોએ કડકાઈને કારણે વધારે સહન કરવું પડશે.

maharashtra corona મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં લાગી શકે છે લોકડાઉન

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના સતત વધતા કેસને કારણે હવે લૉકડાઉનનો આકરો નિર્ણય ગમે તે ઘડીએ લેવાઈ શકે છે. કોરોના મહામારી પર નિયંત્રણ મેળવવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મહારાષ્ટ્રમાં સર્વદીય બેઠક યોજાઈ હતી. વીડિયો કોન્ફરન્સિંગ થકી યોજાયેલી આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ સહિતના લોકો જોડાયા હતા.

કોરોના

લૉકડાઉન લાગુ કરવાનો સમય આવી ચૂક્યો

મુખ્યમંત્રી ઉદ્ઘવે કહ્યું કે,‘હાલ મહારાષ્ટ્રની સ્થિતિ યોગ્ય નથી. લૉકડાઉન સિવાય કોઈ વિકલ્પ દેખાતો નથી. 15 થી 20 એપ્રિલ દરમિયાન સ્થિતિ ઘણી જ ખરાબ થઈ શકે છે. લૉકડાઉન લાગુ કરવાનો સમય આવી ચૂક્યો છે. કોરોનાની ચેન તોડવી જરૂરી છે. વેક્સિન લગાવ્યા બાદ પણ લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. યુવાઓ વધુ ભોગ બની રહ્યાં છે. અન્ય દેશોમાં પણ કોરોનાની ચેન તોડવા લૉકડાઉનનો જ નિર્ણય લેવાયો હતો.’

મહારાષ્ટ્ર

આજે વિકેન્ડ લોકડાઉનનો પ્રથમ દિવસ

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે 30 એપ્રિલ સુધી વિકેન્ડ લૉકડાઉન અને નાઈટ કરફ્યુ સહિતના પ્રતિબંધોની જાહેરાત કરી હતી. સરકારની જાહેરાત બાદ શનિવારે લૉકડાઉનનો પ્રથમ દિવસ હતો અને આ સમયે માર્ગો પર સન્નાટો છવાયો હતો. લૉકડાઉન સમયે સીએસટી પાસે ટ્રેનોનું સંચાલન પણ બંધ રહ્યું હતું.

રેલવે સ્ટેશન પર લોકોની ભીડ

છેલ્લા અમુક દિવસમાં મોટાપાયે લોકો મુંબઈ સહિતના શહેરો છોડતા હોવાને કારણે રેલવે સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળતી હતી. નેતા વિપક્ષ અને કોંગ્રેસી કોર્પોરેટર રવિ રાજાએ મુંબઈના મેયર કિશોરી પેડનેકર અને બીએમસી કમિશ્નર આઈએસ ચહલને પત્ર લખી માંગ કરી કે, કોરોના સંકટને કારણે હોટલ અને અન્ય વેપાર ધંધા બંધ રાખવા પડી રહ્યાં છે, તેથી બીએમસીએ ધંધો-રોજગાર બંધ રહે ત્યાંસુધી લાઈસેન્સ ફીની વસૂલાત અટકાવવી જોઈએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

મિસાલ/ મૂક-બધિર કોરોના દર્દીઓની તકલીફ સમજવા આ નર્સે કર્યુ એવું અનોખુ કામ, જાણશો તો તમે પણ કરશો સલામ

Bansari

ટૂંક સમયમાં બાળકો પણ થશે કોરોના વાયરસથી સુરક્ષિત: બાળકો માટે કોરોના રસીનું ટ્રાયલ ટૂંક સમયમાં, એક્સપર્ટ ટીમે કરી ભલામણ

Pravin Makwana

કામના સમાચાર/ ઉનાળુ સત્રની યુજી-પીજીની પરીક્ષા મામલે બદલાયા નિયમો, જાણી લેજો કેવી રીતે લેવાશે પરીક્ષા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!