વાત 1920ના દાયકાની છે. અલવરના મહારાજા જય સિંહ લંડન પ્રવાસ દરમિયાન રોલ્સ રૉયસમા શૉરૂમમાં ગયા અને દુનિયાની સૌથી મોંઘી ગાડીની ટેસ્ટ ડ્રાઇવ કરવાની ઇચ્છા વ્યકત કરી પરંતુ ત્યાં હાજર રહેલા સેલ્સમેને તમને ત્યાંથી જતા રહેવાનું કહ્યુ કેમકે જ્યારે જય સિંહ શૉરૂમમાં પહોંચ્યા, ત્યારે તેમનો એસ્કૉર્ટ તેમની સાથે ન હતો. તેમણે કપડાં પણ કેઝ્યુઅલ પહેર્યા હતા, તેથી સેલ્સમેન તેમને નૉર્મલ ભારતીય સમજવાની ભૂલ કરી બેઠો તેમના પર ધ્યાન ન આપ્યુ.
પોતાની સાથે થયેલા આ ગેરવર્તન બાદ જય સિંહ એટલા ગુસ્સે થયા કે તેમણે કંપનીને પાઠ ભણવવાનું નક્કી કરી દીધુ અને તે ફરી એકદમ શાનથી તે જ શૉરૂમમાં ગયા અને 7 રોલ્સ રૉયસ કાર ખરીદી હતી. સાથે જ શરત મૂકી કે ગાડીની સાથે સાથે તે સેલ્સમેનને પણ ભારતમાં તેમના મહેલ સુધી પહોંચાડવામાં આવે.
મહેલ પહોંચતાની સાથે જ મહારાજાએ તે સેલ્મસેનની સામે પોતાના સેવકોને આદેશ આપ્યો કે, આ 7 ગાડીથી એક મહિના સુધી અલગર કચરો ઉઠાવવામાં કરવામાં આવે. આ સમાચાર પ્રસરી ગયા અને કંપનીની એટલી ટીકા કરવામાં આવી કે કર્મચારીઓએ મહારાજાને લેખિત પત્ર લખીને માફી માંગવી પડી હતી.