GSTV
India News ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં 31મી જુલાઈ સુધી વધી ગયું લોકડાઉન, આ શરતોને આધિન બજારો ખુલશે

Video

દેશભરમાં કોરોનાના કેસો અટકવાનું નામ લઇ રહ્યાં નથી. 24 કલાકમાં ગત રોજ 21 હજાર કેસ નવા આવ્યા છે. દેશમાં કોરોનાના કેસ 54 લાખે પહોંચ્યા છે. દેશમાં 21 લાખ કેસ એક્ટિવ છે અને 16,504 લોકોના મોત થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં કેસનો આંક ઘટી રહ્યો નથી. મહારાષ્ટ્રમાં કેસનો આંક 1. 64 લાખે પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં કેસો અટકી રહ્યાં નથી. ટેસ્ટની તુલનામાં કોરોના પોઝિટીવ આવવાની સંખ્યા પણ વિશ્વમાં બ્રાઝિલની સમકક્ષ છે. દિવસેને દિવસે સ્થિતિ બગડતાં મહારાષ્ટ્રે 31મી જુલાઈ સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે.

30 જૂન સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય

આ લોકડાઉનમાં જે પ્રકારે દુકાનો ખુલ્લી રહે છે એ જ પ્રકારે ખુલ્લી જ રહેશે. આ પહેલાં સરકારે 30મી જૂન સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો હતો. દેશમાં કોરોનાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે.રાજ્યના ચીફ સેક્રેટરી અજોય મહેતાએ લોકડાઉન વધારવાનો આદેશ કર્યો છે.

ઓડ ઈવન ફોર્મ્યુલા પ્રમાણે દુકાનો ખુલશે

લોકડાઉન સમયે જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે. જેમ પહેલાં પણ ખુલ્લી રહેતી હતી. ઓડ ઈવનમાં દુકાનો ખોલવાનો પ્રસ્તાવ મૂકાયો છે. આ સાથે ઓફિસોમાં પણ સીમિત કર્મચારીઓની હાજરી રહેશે. મિશન બિગેઇન અગેઇન અનુસાર રાજ્ય સરકારના તમામ વિભાગોએ અગાઉ જાહેર કરેલી ગાઈડલાઈનનું સખત રીતે પાલન કરવું પડશે.

દેશમાં સાડા પાંચ લાખની આસપાસ કોરોનાના કેસો

દેશમાં અત્યાર સુધી 5 લાખ 49 હજાર 197 કોરોના કેસ આવી ચુક્યા છે.મધ્યપ્રદેશ હવે સૌથી વધુ સંક્રમિત 10 રાજ્યોમાંથી બહાર થયું છે. અહીંયા અત્યાર સુધી સંક્રમણના 13186 કેસ આવ્યા હતા. જેમાંથી 10084 દર્દી સાજા થયા છે, એટલે કે રિકવરી રેટ 76% થઈ ગયો છે. હવે દસમા નંબરે કર્ણાટક છે. જો કે, હાલ બન્નેના આંકડામાં વધારે ફરક નથી. કર્ણાટકમાં અત્યાર સુધી 13190 કેસ આવ્યા છે.નવી મુંબઈમાં સંક્રમિતોનો આંકડો 5 હજારને પાર પહોંચી ગયો છે. સાથે જ 194 લોકોના મોત થયા છે. આ સાથે જ સરકારે સ્પષ્ટતા કરી છે કે હાઉસિંગ સોસાઈટીમાં કામ કરનારાઓ ડ્રાઈવરની એન્ટ્રી પર પ્રતિબંધ નથી લગાવાયો.

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર રાજ્ય

રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસોને જોતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું છે કે, પ્રદેશમાં લોકડાઉન હાલ હટાવવામાં નહી આવે. લોકડાઉનમાં ધીરે-ધીરે છૂટ આપવામાં આવશે તેવું તેમણે સ્પષ્ટ કહ્યું હતું. દેશમાં કોરોનાની સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે ત્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચેતવણી આપતા કહ્યું કે, જો વધારે ભીડ કરવામાં આવી તો લોકડાઉનનું સખ્તાઈથી પાલન કરાવવામાં આવશે. અનલોક કરવાથી કોરોનીના દર્દીઓની સંખ્યા પણ વધી શકે છે. રાજ્ય સરકારે વધારેમાં વધારે ટેસ્ટ કરાવવાનું શરૂ કર્યું છે. તેથી લોકોએ ડરવાની જરૂર નથી.

તેમણે જણાવ્યું કે, વિશ્વમાં કોરોના માટે જેવી જ કોઈ નવી દવાનું નામ આવે છે તો તેઓ પોતે તેને રાજ્યમાં લાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. આ સમયે રેડમેસિવીર અને એક અન્ય દવાની ચર્ચા થઈ રહી છે. કેન્દ્ર સરકાર પાસેથી આ દવાની મંજૂરી ગત અઠવાડિયે મળી ચુકી છે. તેઓ આ બંન્ને દવાઓને જલ્દી જ રાજ્યમાં લાવી હોસ્પિટલોમાં ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે.

Related posts

અમેરિકામાં રહે છે વિશ્વની સૌથી ઉંમરલાયક મરઘી, આ છે તેની વધુ ઉંમરનું કારણ, જાણશો તો નવાઈ લાગશે

GSTV Web News Desk

મોટા સમાચાર / કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો પાસેથી માંગ્યા રિપોર્ટ, ખેડૂતોને વળતર મળવાની આશા

Nakulsinh Gohil

28 માર્ચના રોજ જોવા મળશે આકાશમાં આ ઘટના, સૂર્ય આથમતી વખતે દુરબીન હોય કે ના હોય તૈયાર રહેજો

GSTV Web News Desk
GSTV