GSTV

મહંત સ્વામી પહોંચ્યા અબુધાબી, શેખે કર્યું ઉષ્માભર્યું સ્વાગત

બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામીનું અબુધાબીના શેખ નહયાન મુબારક અલ નહયાનએ ઉષ્માભર્યુ સ્વાગત કર્યું. મહંત સ્વામીની યુએઈ ખાતે આ પ્રથમ ધર્મયાત્રા છે. જ્યાં મૂર્તિપૂજાનો વિરોધ થાય છે એ દેશની ધરતી ઉપર મહંત સ્વામી મહારાજે હરિકૃષ્ણ મહારાજ સાથે ચરણાવિંદ પાડ્યા અને આરબ શેખે તેમનું સ્વાગત કર્યુ.

શેખ નહયાન મુબારક અલ નહયાનએ આ પ્રસંગે શુભ સંકલ્પો સાથે યુએઈના શાસકો અને પ્રજા માટે માંગલિક પ્રાર્થના કરી હતી. પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પ મુજબ યુએઈમાં અબુધાબી ખાતે બીએપીએસ હિંદુ મંદિરનો શિલાન્યાસ વિધી 20 એપ્રિલે યોજાશે. મહંત સ્વામીની ઉપસ્થિતિમાં યોજાનારા આ અવસરે હજારો હરિ ભક્તો ઉપસ્થિત રહેશે.

મહંત સ્વામી મહરાજની યુએઈની 11 દિવસીય યાત્રામાં તેમને સ્ટેટ ગેસ્ટ તરીકે બહુમાન આપવામાં આવ્યું છે. જે થોડા સમય પૂર્વે ખ્રિસ્તી ધર્મના વડા નામદાર પોપ ફ્રાન્સી અને યુએઈની સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું. મહંતસ્વામીનું દુબઈ એરપોર્ટ પર આગમન થયું ત્યારે ભારતીય પારંપારિક વેશભૂષામાં બાળકોએ પુષ્પવર્ષા કરીને સ્વાગત કર્યું હતું.

Read Also

Related posts

TikTok: પાકિસ્તાને આ શરતો સાથે ટિકટોક પરથી હટાવ્યો પ્રતિબંધ, 10 દિવસ પહેલા જ ચાઇનીઝ એપ કરી હતી બૅન

Bansari

જમ્મુ-કાશ્મીર/ શોપિયામાં સુરક્ષાદળો અને આંતકીઓ વચ્ચે થઈ અથડામણ, એક આંતકી મરાયો ઠાર- સર્ચ ઓપરેશન શરૂ

pratik shah

મોટા સમાચાર/પીએમ મોદીના આ નિર્ણયના કારણે દેશમાં ઘટી રહ્યાં છે કોરોના સંક્રમણના કેસ, રિકવરી રેટ 88 ટકાએ પહોંચ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!