GSTV
Home » News » મહાનગર સેવા સદનનું અંધેરતંત્ર,શહેરીજનો છેલ્લા 10 વર્ષથી દુષિત પાણી પીધુ

મહાનગર સેવા સદનનું અંધેરતંત્ર,શહેરીજનો છેલ્લા 10 વર્ષથી દુષિત પાણી પીધુ

વડોદરા મહાનગર સેવા સદનના અંધેરતંત્રના પાપે શહેરીજનો છેલ્લા 10 વર્ષથી દુષિત પાણી પી રહ્યા હતા તે સાબિત થયુ છે…નિમેટા સ્થિત 3 નંબરના ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઇ કરતાં કાદવ-કિચ્ચડ નીકળ્યો હતો. ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળેલી ગંદકી જોઇને સફાઇ સેવકો પણ આવાક બની ગયા હતા.

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા અડધા શહેરને આજવા સરોવરનું પાણી આપવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા શહેરીજનોને શુધ્ધ પાણી મળે તે માટે નિમેટા ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. જેમાં નીમેટા 3 નંબરનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ વર્ષ-2009માં બનાવવામાં આવ્યો હતો. પરંતુ, આ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સમયસર સફાઇ ન થવાના કારણે પ્લાન્ટની ટાંકીઓ ગંદકીથી ખદબદી રહી છે.. ત્યારે નિમેટા ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી કાદવ કિચડ નીકળવાના સમાચારો પ્રસિધ્ધ થતાં લોકોએ સોમવારે સાંજથી જ પ્રાઇવેટ અથવા કોર્પોરેશનમાંથી પીવાના પાણીની ટેન્કરો મંગાવી પાણીની વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે.

જો કે આ સમગ્ર મામલે મેયર જીગીશાબેન શેઠ ઝીણવટ ભરી તપાસ કરી તમામ દોષિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી બાહેંધરી આપી છે. ત્યારે વડોદરાવાસીઓના આરોગ્યસાથે ચેડા કર્યા બાદ શહેરના મેયરની દોષિતો સામે કાર્યવાહી ખાતરી બાદ તંત્ર સજાગ થશે કે કેમ તે જોવુ રહ્યું.

READ ALSO

Related posts

નેપાળમાં વરસાદ અને પુરને પગલે હાહાકાર, 78ના મોત, 32 ગુમ, 3,336 લોકો બચાવાયા

Mansi Patel

મુંબઈનાં ડોંગરીમાં ધરાશાઈ થયેલી ઈમારત અંગે મહારાષ્ટ્રનાં CMએ આપી પ્રતિક્રિયા

Mansi Patel

કાંકરિયા દુર્ઘટનામાં FSLની પ્રાથમિક તપાસમાં થયો મોટો ચોકાવનારો ખુલાસો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!