GSTV

મનપાના મહારાજા/ છ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો ફરી લહેરાયો, કોંગ્રેસ પક્ષને આત્મમંથનની જરૂર, આપની ગુજરાતમાં એન્ટ્રી

ગુજરાતમાં છ મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામમાં ભાજપનો ભગવો ફરી લહેરાયો છે. કોંગ્રેસને ખાસ કંઇ ઉકાળી શકી નથી.. તો બીજી તરફ સુરતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ છે. જીત બાદ વિજેતા ઉમેદવારોએ જનતાનો આભાર માન્યો હતો. જ્યારે કે પાર્ટીના કાર્યકરોએ આ જીતની ઉજવણી કરી હતી. અમદાવાદના વસ્ત્રાલ વોર્ડમાં ભાજપની જીત થઇ છે..ભાજપના ગીતા પ્રજાપતિ.. ચંદ્રિકા પટેલ.. પરેશ પટેલ અને અનિરુદ્ધસિંહ ઝાલાનો વિજય થયો હતો.. વોર્ડમાં ભાજપની જીતથી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.. ભાજપે આ જીતને વિકાસની જીત ગણાવી હતી.

કોંગ્રેસ

ચૂંટણી પરિણામમાં ભાજપનો ભગવો ફરી લહેરાયો

અમદાવાદના ગોતા વોર્ડમાં ભાજપ પેનલની જીત થઇ.. આરતી ચાવડા,,અમદાવાદના ગોતા વોર્ડમાં ભાજપ પેનલની જીત થઇ.. ભાજપના આરતી ચાવડા.પારૂલ પટેલ.. અજય દેસાઇ અને કેતન પટેલનો વિજય થયો.. જ્યારે કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે..ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવાયો.. તો અમદાવાદના જોધપુર વોર્ડમાં પણ ભાજપના ઉમદેવારો વિજયી થયા.. ભાજપના ભારતી ગોહિલ… પ્રવિણા પટેલ.. અરવિંદ પરમાર અને આશિષ પટેલની સમગ્ર પેનલને જનતાએ વિજેતા બનાવી… વિજેતા ઉમેદવારો અને નાગરિકોનો આભાર માન્યો હતો.

કોંગ્રેસને ખાસ કંઇ ઉકાળી શકી નથી

અમદાવાદના ખોખરા વોર્ડમાં ભાજપની પેનલ વિજયી બની.. ભાજપના ચારેય ઉમેદવારો જીગીષા સોલંકી… શિવાની જનેઇકર.. ચેતન પરમાર અને કમલેશ પટેલની જીત થઇ.. ચારેય ઉમેદવારોએ ખોખરાના વિકાસ માટે કરેલા વાયદાઓ પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.. અમદાવાદના નવરંગપુરામાં ભાજપની જીત થઇ…ભાજપના ઉમેદવારોની જીત થતા એલિસબ્રીજના ધારાસભ્ય રાકેશ શાહએ લોકોનો આભાર વ્યક્ત કર્યો..આશા બ્રહ્મભટ્ટ,,વંદના શાહ,,હેમંત પરમાર,,નીરવ કવિ વિજયી થયા હતા.

અમદાવાદના સરદાર નગરમાં પણ ભાજપના ઉમેદવારની જીત થઇ.. ભાજપના મિતલ મકવાણા.. કંચન પંજવાણી.. સુરેશ દાનાણી અને લાલચંદ પંજવાણી વિજેતા થયા હતા..ચારેય ઉમેદવારોની જીત થતા કાર્યકરોમાં ઢોલ નગારા સાથે ઉજવણી કરી. અમદાવાદમાં દાણીલીમડા વોર્ડ નંબર-36માં કોંગ્રેસની સમગ્ર પેનલ વિજયી બની.. દાણીલીમડામાં કોંગ્રેસના ચારેય ઉમેદવારો શહેઝાદ ખાન… જમના વેગડા.. રમીલા પરમાર તેમજ સલીમ સાબુવાલાની જીત થઇ.. ઉમેદવારોએ દાણીલીમડા વોર્ડમાં વિકાસ કાર્યો પૂર્ણ કરવાની નેમ વ્યક્ત કરી.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં ભાજપે કોંગ્રેસના સૂપડાં સાફ

અમદાવાદના નવા વાડજ વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો.. ભાજપના લલીતા મકવાણા.. ભાવના વાઘેલા.. યોગેશ પટેલ.. બળદેવ દેસાઇ વિજેતા બન્યા.. તમામ ચારેય ઉમેદવારો વિજયી થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.વિજયી ઉમેદવારોએ નાગરિકોનો આભાર માન્યો હતો. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવેએ ભાજપની જીત મામલે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો..કમલમમાં ઉપસ્થિતિ યજ્ઞેશ દવેએ કહ્યું હતુ કે કોંગ્રેસે કરેલા અપપ્રચારનો આ જવાબ છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં ભાજપે કોંગ્રેસના સૂપડાં સાફ કરી નાંખ્યા છે. વોર્ડ નંબર-1ના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તેમજ અન્ય વિજેતા ઉમેદવારોએ ભાજપની જીત બદલ ખુશી વ્યક્ત કરી. વડોદરાના વોર્ડ નંબર એકમાં કોંગ્રેસના જહા ભરવાડ વિજયી થયા હતા. જહા ભરવાડે કોંગ્રેસી કાર્યકર્તા અને જનતાન આભાર માન્યો હતો. ´વડોદરામાં વોર્ડ 10 માં ભાજપની પેનલનો વિજય થયો હતો. ભાજપના નીતિન ડોંગા, ઉમંગ બ્રહ્મભટ્ટ, અવની સ્ટેમ્પવાલા અને લીલા મકવાણાનો વિજય થયો હતો.

ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી

વડોદરામાં વોર્ડ નંબર 13માં કોંગ્રેસના ઉમેદવાર બાળુ સુરવેએ જીત મેળવી. વિજયી  બન્યા બાદ બાળુ સુરવેએ વોર્ડના વિકાસ માટે કામ કરવાની નેમ વ્યક્ત કરી. વડોદરામાં વોર્ડ નંબર 13ના ભાજપના 4 પૈકી 3 ઉમેદવારો વિજયી બન્યા. પરિણામો બાદ ભાજપના ઉમેદવાર જાગૃતિ રાણાએ પ્રજાને આપેલા વચનો પૂર્ણ કરવાની ખાતરી આપી.

સુરતમાં વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 16માં આપની સમગ્ર પેનલની જીત

વડોદરામાં વોર્ડ નંબર 2 ના ભાજપના ઉમેદવાર વિજયી થયા હતા. ભાજપના રાજપુરોહિત વિજેતા થતા કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.. વડોદરામાં ભાજપ અને કોંગ્રેસના વિજેતા ઉમેદવારોએ જીતની ઊજવણી કરી હતી. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

ભાજપ

ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ છે.સુરતમાં વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 16માં આપની સમગ્ર પેનલની જીત થતાં આપની છાવણીમાં જબરદસ્ત ઉત્સાહ છવાયો છે. સુરતમાં વોર્ડ નંબર 23માં ભાજપની પેનલની જીત થઇ… વોર્ડ નંબર 23માં ભાજપના ચારેય ઉમેદવારો ગીતા રબારી… ઉર્મિલા ત્રિપાઠી પરેશ પટેલ અને દીનાનાથ મહાજન વિજયી થયા છે.

ભાવનગરમાં ભાજપના એક ઉમેદવારને 28 હજાર જેટલા મત મળતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસ અને આપે આક્ષેપ કરતા જણાવ્યું કે કુલ મતદાન 30 હજાર જેટલું થયું છે. તો પછી એક જ ઉમેદવારને આટલા બધા મત કેવી રીતે મળ્યા. મહાનગરપાલિકામાં થયેલ ભાજપની જીતને લઈ અને સમગ્ર ગુજરાતના ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ છે. ત્યારે ધોરાજીમાં ભાજપની આતશબાજી સાથે વિજય ઉત્સવ ઉજવ્યો હતો.  બીજી તરફ કોંગ્રેસના કાર્યાલય ખાતે સોફો પડી ગયો.

READ ALSO

Related posts

સીડી કાંડમાં ફસાયેલા કર્ણાટકાના મંત્રીએ આપ્યું રાજીનામું, નોકરીના બદલામાં મહિલાનું યૌન શોષણ કરવાનો આરોપ

pratik shah

દારૂબંધી માત્ર કાગળ પર / ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ, 2020માં ઝડપાયો આટલા કરોડનો દારૂ

Pritesh Mehta

બજેટ 2021-22/ રાજયમાં યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ વિકસાવાશે કાયમી હેલીપેડ, અમદાવાદ-મુંબઇ બુલેટ માટે 1500 કરોડની ફાળવણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!