ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ સમર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના મહેસુલ પ્રધાન કૌશિક પટેલ અને અમદાવાદના મેયર ગૌતમ શાહે ઉપસ્થિત રહી લેસર શો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને સમર ફેસ્ટીવલનો પ્રારંભ કરાવ્યો હતો.
7 દિવસ સુધી ચાલનારા સમર ફેસ્ટિવલના પ્રથમ દિવસે લોક મનોરંજન માટે હાસ્ય કલાકાર સાંઇરામ દવે દ્વારા કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. સમર ફેસ્ટિવલને લઇને અમદાવાદીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.