GSTV
Home » News » મહારાષ્ટ્રમાં વિરોધી વિચારધારાવાળા પક્ષોની સરકાર રચવા ‘મહા’મથામણ

મહારાષ્ટ્રમાં વિરોધી વિચારધારાવાળા પક્ષોની સરકાર રચવા ‘મહા’મથામણ

હિંદુત્વનો ઝંડો ફરકાવતા શિવસેનાને એન.ડી.એ.ના ઘટક પક્ષમાંથી પાણીચુ મળી ગયું છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવે ૨૫માં દિવસે પણ મહારાષ્ટ્રમાં ચાલતી રાજકીય ગરમાવા વચ્ચે શિવસેનાનું મહા શિવ આઘાડી અંતર્ગત સરકાર રચવાને લઈને સપનું સાકાર થઈ શકયું નથી. કોંગ્રેસ અને એન.સી.પી.ઓ પોતાના હિતોને ધ્યાનમાં રાખીને સરકાર રચવા તરફ આગળ વધી રહી છે. પણ અંતિમ નિર્ણય દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી પર નિર્ભર છે. આથી એન.સી.પી.ના વડા શરદ પવાર અને સોનિયા ગાંધી આવતીકાલ સોમવારે દિલ્હીમાં બેઠક યોજાશે અને મંગળવારે બન્ને કોંગ્રેસના નેતાઓની સંયુક્ત બેઠકમાં મહારાષ્ટ્રમાં મહાશિવઆઘાડીની સરકાર બનશે કે નહિં તે જાહેર થશે. અત્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.

દરમિયાન, એન.સી.પી.ના વડા શરદ પવારે એ સંકેતો આપ્યા હતા કે સરકાર રચવા થોડાક દિવસ લાગશે. બીજી તરફ ભાજપ સિવાય સરકાર રચવું શકય નથી. આથી ભાજપ સરકાર બનાવશે એવું સતત ભાજપના નેતાનું રટણ કરી રહ્યા છે. જોકે શિવસેના પ્રમુખ દિવંગત બાળાસાહેબ ઠાકરેની આજે પુણ્યતિથિએ મહારાષ્ટ્રમાં શિવસેના- કોંગ્રેસ- એન.સી.પી.ના ગઠબંધનની મહાશિવ આઘાડીની સરકાર રચવાનું જાહેર કરાશે એવી શિવસેનાને આશા હતી. પણ તે શક્ય બન્યું છે. કારણ કે બન્ને કોંગ્રેસની સેકયુલરની વિચારધારાથી શિવસેના વિરુધ્ધ વિચારધારાની હોવાથી સરકાર રચવા મહામથામણા છે.

મહારાષ્ટ્રમાં પુણે સ્થિત એન.સી.પી.ના વડા શરદ પવારના નિવાસ સ્થાને એન.સી.પી.ની કોઅર કમિટિની બેઠક યોજાઈ હતી. એમાં રાજ્યમાં રાજકીય સમીકરણ પર ગંભીર ચર્ચા થઈ હતી. કોમન મિનિમમ પ્રોગોમાં તૈયાર કરાયેલા ડ્રાફટ (મસુદા) પર ચર્ચા થઈ હતી. મહાઆઘાડી સરકાર રચવા બાબતે તમામ પાસા પર ચર્ચા થઈ હતી. સરકારમાં સત્તાની વહેંચણી નાયબ મુખ્યપ્રધાનની પણ ગંભીર ચર્ચા થઈ હતી.

આ સંબંધે બેઠક બાદ એન.સી.પી.ના પ્રવકતા નવાબ મલિકે જણાવ્યું હતું કે હવે એન.સી.પી.ના વડા આવતીકાલે સોમવાર શરદ પવાર દિલ્હી જઈને સોનિયા ગાંધીની મુલાકાત લેશે અને રાજ્યમાં સ્થિર સરકાર રચવા બાબતે તૈયાર કરાયેલા કોમન મિનિમમ પ્રોગ્રામના ડ્રાફટ પર ચર્ચા કરશે. ત્યારબાદ મંગળવારે બન્ને કોંગ્રેસના નેતાઓની બેઠકમાં રાજ્યમાં પર્યાય સ્થિર સરકાર રચવાનો અંતિમ નિર્ણય લેવાશે, એમ નવાબ મલિકે ઉમેર્યું હતું.

શિવસેના- એન.સી.પી. અને કોંગ્રેસની મહાશિવ આઘાડી સરકાર રચવા રાજ્યમાં જોરદાર ચર્ચા છે. પણ દિલ્હી તરફથી સકારાત્મક નિર્ણય લેવાય છે કે તેના પર બધાની મીટ છે. શિવસેના- એન.સી.પી. અને કોંગ્રેસની મહાશિવ આઘાડી વચ્ચે કોમન મિનિમમ પ્રોગ્રામ પર મહારાષ્ટ્રના નેતા સકારાત્મક છે. છતાં હજી થોડાક સમય સરકાર રચવામાં લાગશે એવું શરદ પવાર કહી ચૂક્યા છે. ત્રણેય પાર્ટીઓ ગંભીરતાથી રાજ્યમાં સ્થિર સરકાર ઈચ્છે છે. કોમન મિનિમમ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યની પ્રગતિ અને વિકાસ પર ટકી રહી છે.

દરમિયાન આજે શિવસેનાના પ્રમુખ દિવંગત બાળાસાહેબ ઠાકરેની પુણ્યતિથિએ શ્રધ્ધાંજલી આપવા શિવાજી પાર્ક સ્થિત તમામ રાજકીય પક્ષ નેતા સહિત વિવિધ સામાજિક,સાંસ્કૃતિ ક્ષેત્રના મહાનુભવોએ ઊમટી પડયા હતા. બાળાસાહેબ ઠાકરેના પુણ્યતિથિ દિવસે મહાશિવ આઘાડી સરકાર રચવાનું કોંગ્રેસ- એન.સી.પી. દ્વારા જાહેર કરાશે એવી શિવસેના પક્ષ પ્રમુખ ઉધ્ધવ ઠાકરેને હતી. પરંતુ અમુક કારણોસર તે શક્ય બન્યું નથી. હવે મંગળવારે સરકાર સંબંધે નિર્ણય લેવાય એવી શક્યતા છે.

દરમિયાન લોકસભાની આવતીકાલથી શરૂ થતાં શિયાળુ અધિવેશન સત્ર પૂર્વે આજે એન.ડી.એ.ના સર્વ ઘટક પક્ષની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલાવી હતી. આ બેઠકમાં એન.ડી.એ.ના ઘટક પક્ષ તરીકે શિવસેનાને પાણીચુ આપી દીધું હોવાનું ભાજપના પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું. આથી હવે શિવસેના લોકસભામાં વિપક્ષોની પાટલી સાથે બેસશે.

હકીકતમાં કોંગ્રેસ એન.સી.પી.માં સેકયુલર વિચારધારાથી વિપરીત શિવસેના હોવાથી પક્ષમાં આંતરિક વિરોધ હોવાનું જાણવા મળ્યું છે. મુસ્લીમ બિરાદરો પણ શિવસેનાનો વિરોધ કરી રહ્યા છે અને રાજ્યમાં અનેક ઠેકાણે દેખાવ સુધ્ધા કર્યો હતો. સરકાર રચવાને મામલે દિલ્હીમાં સોનિયા ગાંધીને મળવા કદાચ આવતીકાલે શિવસેના પક્ષ પ્રમુખ ઉધ્ધવ ઠાકરે નેતા અનિલ દેસાઈ, સંજય રાઉત મળવા જાય એવું જાણવા મળ્યું છે.

READ ALSO

Related posts

ગીરના સિંહોની વસતિ 1000ને પાર : 7 જિલ્લા સુધી પહોંચી ડણક, ચોટીલા સુધી કર્યો વિસ્તાર

Mayur

21 દિવસમાં જ બળાત્કારના કેસનો આવશે ચૂકાદો : આ રાજ્યની કેબીનેટે આપી દીધી મંજૂરી, હવે કાયદો બનશે

Karan

મોદી સરકાર આ તારીખે જાહેર કરી શકે છે સામાન્ય બજેટ, ઇન્કમટેક્સમાં થશે મોટી જાહેરાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!