GSTV

વચન આપવામાં ક્યાં કોઇ ખર્ચ થાય છે : પહેલે નોરતો બિહારનો ચૂંટણી ઢંઢેરો, 10 લાખ લોકોને નોકરી આપીશું

Last Updated on October 17, 2020 by Mansi Patel

બિહાર વિધાનસભાની ચૂંટણી આડે ફક્ત આઠ નવ દિવસો રહ્યા છે ત્યારે મહાગઠબંધને આજે પહેલે નોરતે પોતાનો કોમન ચૂંટણી ઢંઢેરો બહાર પાડતાં કહ્યું હતું કે અમે સત્તા પર આવશું તો દસ લાખ યુવાનોને નોકરી આપશું. વચન આપવામાં ક્યાં કોઇ ખર્ચ થાય છે. મહાગઠબંધને બિહડામાં એરપોર્ટ બનાવવાનું, શિક્ષકોને સમાન કામ સમાન વેતન આપવાનું, નોકરીનો ઇન્ટરવ્યૂ આપવા જતા યુવાનોને વાહનભથ્થું આપવાનું અને ખેડૂતોનાં તમામ દેવાં માફ કરી દેવાનું વચન પણ આપ્યું હતું.

લાલુ યાદવના પુત્રએ સાધ્યું નિશાન

રાજદના લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે વધુમાં કહ્યું હતું કે અત્યાર સુધી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો નથી. અમે રાજ્યને વિશેષ દરજ્જો અપાવીશું, બંધ પડેલી સાકરની મિલો ફરી ચાલુ કરાવીશું અને બેકારની નાબૂદ કરી દેશું. મહાગઠબંધને ‘પ્રણ હમારા સંકલ્પ બદલાવ કા…’ સૂત્ર પણ જાહેર કર્યું હતું. તેજસ્વીએ કહ્યું કે આજે નવરાત્રિનો પહેલો દિવસ છે, લોકો ઘરમાં કળશની સ્થાપના કરતા હોય છે. અમે પણ અમારે ત્યાં કળશની સ્થાપના કરી છે અને પ્રણ લીધું છે કે નીતિશ કુમારની સરકારને પરાજિત કરીને અમારી સરકારની સ્થાપના કરીશું.

નીતિશ કુમારની સરકારે પચાસથી વધુ કૌભાંડો કર્યો હોવાનો આક્ષેપ

આ મહાગઠબંધને નીતિશ કુમારની સરકારે પચાસથી વધુ કૌભાંડો કર્યાં હોવાના આક્ષેપ કર્યા હતા. પત્રકારો સમક્ષ તેજસ્વીએ એવો દાવો પણ કર્યો હતો કે અમારી પાસે નીતિશ કુમારની સરકારના કૌભાંડોના પુરાવા છે. તેમણે કહ્યું કે હાલની સરકાર વીજળી ખરીદીને લોકોને વેચે છે. અમે વીજપુરવઠો વધુ ઉત્પન્ન કરવાના છીએ. લોકોને વાજબી ભાવે વીજળી મળી રહે એ અમારો અગ્રતાક્રમ રહેશે. આ પ્રસંગે ભાકપા, સામ્યવાદી પક્ષ વગેરેના નેતાઓએ પણ પત્રકાર પરિષદમાં ભાષણ કર્યા હતા અને નીતિશ કુમારની સરકારને બિહાર પર અભિશાપ સમાન ગણાવી હતી.

Related posts

શરમજનક ઘટના / વેક્સિનેશન માટે કરાયું પરિવાર પર દબાણ, રસી લેવાની ના પાડતા કાપી નાખ્યા વીજળી-પાણીના કનેક્શન

Zainul Ansari

મુંબઈના 87% લોકોમાં કોરોના એન્ટિબોડીઝ બની : 85% પુરુષો અને 88% સ્ત્રીઓમાં રોગપ્રતિકારક શક્તિ વિકસી, પાંચમા સેરો સર્વેએ તોડ્યા અગાઉના તમામ રેકોર્ડ

Vishvesh Dave

શોખ બડી ચીઝ હે/ 37ની ઉંમરમાં 11 સંતાન અને 12મા બાળકની તૈયારી, આ મહિલાને ‘પ્રેગ્નન્ટ’ થવું ખુબ જ પસંદ છે

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!