GSTV

તેજસ્વીને છે કોંગ્રેસના તૂટવાનો ડર, મહાગઠબંધનના ધારાસભ્યોને કહ્યું: સરકાર તો આપણી જ બનશે તૈયાર રહો

બિહારની વિધાનસભા ચૂંટણીના પરિણામ ભલે આરજેડીને સત્તા ન અપાવી શકે. પરંતુ રાજકીય હલચલ ચાલુ જ છે. પટનામાં પર્વ મુખ્યપ્રધાન રાબડી દેવીના નિવાસસ્થાને મહાગઠબંધનના નેતાઓની બેઠક મળી હતી. જેમાં આરજેડીના નેતા તેજસ્વી યાદવે ધારાસભ્યોને સંબોધિત કરીને દાવો કર્યો કે સરકાર તેમની જ બનશે.

તેજસ્વી

કોંગ્રેસના ધારાસભ્યો પક્ષપલટો કરે તેવી શક્યતા

તેજસ્વી યાદવે તેમના ધારાસભ્યોને અપીલ કરી છે કે તેઓ એક મહિના સુધી પટનામાં જ રહે. સૂત્રોની જાણકારી મુજબ તેજસ્વી યાદવને ગઠબંધનમાંથી કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પક્ષપલટો કરે તેવી આશંકા છે. એવામાં તેઓ પૂરી રીતે સતર્ક થયા છે. આ બેઠકમાં તેજસ્વી યાદવને મહાગઠબંધનના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.

એનડીએમાં ખટરાગનો ફાયદો ઉઠાવશે મહાગઠબંધન

મહાગઠબંધનને હજુ પણ એવું લાગી રહ્યું છે કે એનડીએમાં બધુ ઠીક નથી થઈ રહ્યું. અને તેઓ તેની રાહ જોઈ રહ્યા છે કે મંત્રીમંડળમાં જીતનરામ માંઝી, મુકેશ સહની પાર્ટીઓને કેટલો ભાગ મળે છે. કેમકે જો એનડીએમાં કંઈ ખટપટ થશે તો તેનો મહાગઠબંધન ફાયદો ઉઠાવી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ફાયદો / આ ખાસ સ્કીમમાં રોકાણ કરી મેળવો તગડું રિટર્ન, રિટાયરમેન્ટ સમયે નહિ રહે પૈસાની ચિંતા

Mansi Patel

કાશ્મીરમાં આતંકીઓનો નવો પેંતરો: હવે સ્લો ઇન્ટરનેટ પર ચાલતી Appsનો ઉપયોગ કરી રહ્યાં છે આતંકવાદી સંગઠનો

Bansari

ચોંકાવનારું/ ઈંગ્લેન્ડના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસરની ચેતવણી, રસી મેળવનાર વ્યક્તિ પણ વાયરસનું સંક્રમણ ફેલાવી શકે!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!