GSTV
India News ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં સત્તા માટે મહાભારત/ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની ઓફિસમાં તોડફોડ, શિંદેની તસ્વીર પર શાહી ફેંકાઈ

મહારાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી રાજકીય હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે જેના પગલે ઠાકરે સરકાર પડુ પડુ થઈ રહી છે. ત્યાં બીજી બાજુ મહારાષ્ટ્રમાં સત્તા પર કબ્જો જમાવવામાં માટે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. આજે શુક્રવારે કુર્લા વિસ્તારમાં શિવસેના ધારાસભ્ય મંગેશ કુંડાલકરની ઓફિસમાં કેટલાક લોકોએ હુમલો કર્યો છે તેમજ મુખ્ય દ્વાર પર તોડફોડ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની ઓફિસો પર હુમલાની ઘટના સામે આવી રહી છે જેમાં શિવસેનાના ધારાસભ્ય મંગેશ કુંડાલકરની ઓફિસમાં કેટલાક લોકોએ હુમલો કર્યો છે તેમજ મુખ્ય દ્વાર પર તોડફોડ કરવામાં આવી છે. જોકે, આ હુમલોના આરોપ શિવસેનાના કાર્યકર્તાઓ પર લગાવવામાં આવી રહ્યો છે.

આ સિવાય અહમદનગરમાં બેનર પર એકનાથ શિંદેની તસવીર શાહી ફેંકવામાં આવી છે જેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ‘એકનાથ શિંદે હાય હાય’ના નારા લગાવવામાં આવ્યા છે. તે જ સમયે, ચાંદિવલીમાં શિવસેનાના ધારાસભ્ય દિલીપ લાંડેનું બેનર ફાડી નાખવામાં આવ્યું છે ટૂંકમાં કહીએ તો મહારાષ્ટ્રમાં સત્તા માટે મહાભારત શરૂ થયું છે.

નોંધનીય છે કે, એક તરફ બાગી નેતા એકનાથ શિંદેનું ગ્રુપ સતત મજબૂત થઈ રહ્યું છે. તો બીજી તરફ ધારાસભ્ય એક એક કરીને ઉદ્ધવ ઠાકરેથી અલગ થતા દેખાઈ રહ્યા છે. આમ છત્તાં શિવસેના મજબૂત હોવાનો દાવો કરી રહી છે. શરદ પવારને મળ્યા બાદ સંજય રાઉતે બળવાખોરો સામે કડક વલણ દાખવ્યું હતું. તેમણે કહ્યું કે અમારે જે કરવાનું હતું તે અમે કરી લીધું છે. અમે બધા (MVA) સાથે છીએ. બળવાખોરો માટે, તેમણે કહ્યું કે વાતચીત અને પાછા આવવાનો સમય સમાપ્ત થઈ ગયો છે. સંજય રાઉતે કહ્યું કે ફ્લોર ટેસ્ટ થશે તો અમે જીતીશું.સંજય રાઉતે કહ્યું કે જો લડાઈ રોડ પર થશે તો ત્યાં પણ અમે જીતીશું. જેનો સામનો કરવો પડે તે મુંબઈ આવી શકે છે. તેઓએ (ધારાસભ્યો) ખોટું પગલું ભર્યું છે. અમે તેમને પાછા આવવાની તક પણ આપી પરંતુ હવે સમય પસાર થઈ ગયો છે.

Related posts

મેગા ઓપરેશન/ ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, રાજ્યમાંથી ઝડપાયું રૂ.2151 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel

Video: પોલીસે YouTuber બોબી કટારિયા વિરુદ્ધ નોંધી FIR, ફ્લાઈટમાં સિગારેટ પીતો વીડિયો થયો વાયરલ

Binas Saiyed

તહેવાર ટાણે મેઘ વર્ષા/ સૌરાષ્ટ્રમાં શ્રાવણે શ્રીકાર : બે દિવસમાં 1થી 5 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક ડેમ છલકાયા

Bansari Gohel
GSTV