GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

મહાભારત: આ સીનમાં ભીષ્મ પિતામહ પાછળ દેખાયુ કૂલર! યુઝર્સે લીધી મજા

કૂલર

લોકડાઉનના કારણે બીઆર ચોપરાના ડાયરેક્શનમાં બનેલા એપિક શૉ મહાભારતને ફરીથી ટેલીકાસ્ટ કરવામાં આવી રહ્યો છે. વર્ષો બાદ પણ શૉને લોકોને એટલો જ પ્રેમ મળી રહ્યો છે. મહાભારતના રીપિટ શૉને જબરદસ્ત ટીઆરપી મળી રહી છે. આ વચ્ચે મહાભારતનો એક સીન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ભીષ્મ પિતામહની પાછળ હતું કૂલર?

આ સીનમાં ભીષ્મ પિતામહ નજરે આવી રહ્યાં છે. હકીકતમાં યુઝર્સને આ સીનમાં ભીષ્મ પિતામહની પાછળ કૂલર નજરે આવી રહ્યું છે. તે બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તેની મજા લઇ રહ્યાં છે. મહાભારતના આ સીનની ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે. અલગ-અલગ ડાયલોગ્સ સાથે આ સીનને જોડીને મીમ્સ વાયરલ થઇ રહ્યાં છે. એક યુઝરે ટ્વીટ કરીને લખ્યું-ભીષ્મ પિતામહ એર કૂલરનો ઉપયોગ કરી રહ્યાં છે. ઓહ ભાઇ મારો મને મારો…અન્ય યુઝરે આ તસવીર બિગ બોસ 13ની કન્ટેસ્ટન્ટ શહનાઝ ગિલને ટેગ કરી છે.

એક શખ્સે લખ્યું છે- કૂલરનો આવિષ્કાર 1951માં થયો હતો. લો બીષ્મપિતામહ વિચારી રહ્યાં છે કે, ‘અપુન ઇજ ભગવાન હૈ’. કેટલાંક લોકોનું માનવુ છે કે આ ખબરો ખોટી છે. તસવીર સાથે ચેડા કરવામાં આવ્યા છે. આ પિલરની ડિઝાઇન છે કોઇ કૂલર નથી. અન્ય એક યુઝરે લખ્યું- હા આ કૂલર નથી. આ પિલરની ડિઝાઇન છે. ફરીથઈ જુઓ.

કેટલાંક લોકોએ મજા લેતા લખ્યું કે દિવ્ય કૂલર છે. એક યુઝરે લખ્યું- હા ભીષ્મ પિતામહ ગરમીથી શા માટે મરે? જો કે તસવીર સાથે ચેડા કરવામાં આવ્યા છે કે પિલરને લોકો કૂલર કહી રહ્યાં છે. આ વાત મહાભારતની સ્ટારકાસ્ટ નહીં તો ભીષ્મ પિતામહનો રોલ કરનાર મુકેશ ખન્ના સારી રીતે જણાવી શકે છે. કૂલરના કારણે બીઆર ચોપરાની મહાભારની ફરી એકવાર ચર્ચા છે. જણાવી દઇએ કે શૉને ડીડી ભારતી ઉપરાંત ડીડી રેટ્રો પર પણ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે.

Read Also

Related posts

લોકડાઉન 4 આ જિલ્લાને ભારે પડ્યું: 14 દિવસમાં 33 લોકોને કોરોનાએ ઝપેટમાં લીધાં

Bansari

સૌરાષ્ટ્ર-ગુજરાત વચ્ચે એસટી બસ વ્યવહાર પુન: કાર્યરત, જાણો કયા રૂટ પર દોડશે બસો

Bansari

અનલોક-1માં ખાણી-પીણીની લારીઓ ખુલશે કે નહી? લેવાયો આ નિર્ણય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!