આ રીતે કરો ભગવાન શિવનો રૂદ્રાભિષેક, પૂરી થશે મનોકામનાઓ

મહાશિવરાત્રિ

હિન્દૂ ધર્મના સૌથી મોટા પર્વમાં મહાશિવરાત્રિનો પર્વ પણ છે. જે ફાલ્ગુન કૃષ્ણપક્ષની ચતુર્દશીને દિવસે મનાવવામાં આવે છે. મનાય છે કે આ દિવસે શિવજીનું પ્રાગટ્ય થયું હતું. આ સિવાય શિવજીના લગ્ન પણ આ દિવસે થયા હતાં, તેવુ મનાય છે. આ દિવસે દેવોના દેવ મહાદેવની ઉપાસના કરવાથી શિવભક્તને જીવનમાં સંપૂર્ણ સુખ પ્રાપ્ત થાય છે. આ દિવસે વ્રત, ઉપવાસ, મંત્રજાપ તથા રાત્રિ જાગરણનું વિશેષ મહત્વ છે.

ઘણાં દુર્લભ સંયોગ બની રહ્યાં છે, એવામાં આ દિવસનું મહત્વ વધી જાય છે

શિવરાત્રી આ વખતે સોમવારે આવી છે, જે એક મોટો સંયોગ છે. ચાલુ વર્ષે શિવરાત્રિનું પાવન પર્વ શ્રવણ નક્ષત્રમાં પડી રહ્યું છે. શ્રવણનો સ્વામી ચંદ્રમા હોય છે. શ્રવણ નક્ષત્ર અને સોમવાર એકસાથે મહાશિવરાત્રિ ખૂબ શુભ સંયોગ છે, આ દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ પણ છે.

શિવરાત્રિ અને મહાશિવરાત્રિમાં શું તફાવત?

દર મહિને કૃષ્ણપક્ષની ચર્તુદશીને દિવસે આવતી શિવરાત્રિને ફક્ત શિવરાત્રિ કહેવામાં આવે છે. પરંતુ ફાલ્ગુન માસની કૃષ્ણ ચર્તુદશીના દિવસે આવતી શિવરાત્રિને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. વર્ષમાં આવતી 12 શિવરાત્રિઓમાંથી મહાશિવરાત્રિ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

મહાશિવરાત્રિમાં કેવીરીતે કરો ભગવાન શિવનો રૂદ્રાભિષેક-

  1. શિવરાત્રિએ ભગવાન શિવનો રૂદ્રાભિષેક કરવાથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે.
  2. ગાયના દૂધથી રૂદ્રાભિષેક કરવાથી સંપન્નતા આવે છે તથા મનમાં કરવામાં આવેલી મનોકામના પૂર્ણ થાય છે.
  3. જે લોકો રોગથી પીડિત છે અથવા હંમેશા અસ્વસ્થ રહે છે અથવા કોઈ ગંભીર બિમારીથી પરેશાન છે, તેમણે કુશોદકથી રૂદ્રાભિષેક કરવો જોઈએ. કુશને પીસીને ગંગાજળમાં મિલાવીને પછી ભગવાન શિવનો રૂદ્રાભિષેક કરવો જોઈએ.
  4. ધન પ્રાપ્તિ માટે દેશી ઘીથી રૂદ્રાભિષેક કરો.
  5. નિર્વિધ્ન રૂપે કોઈ વિશેષ ઉદ્દેશ્યની પૂર્તિ માટે તીર્થ સ્થાનની નદીઓ દ્વાર જળથી રૂદ્રાભિષેક કરો.
  6. શેરડીના રસથી રૂદ્રાભિષેક કરવાથી સમગ્ર સમસ્યાઓ સમાપ્ત થાય છે તથા વૈભવ અને સંપન્નતામાં વધારો થાય છે.
  7. મધથી રૂદ્રાભિષેક કરવાથી જીવનના દુ:ખ સમાપ્ત થાય છે તથા જીવનમાં આનંદ પ્રાપ્ત થાય છે.
  8. આ દિવસે મહામૃત્યુંજય મંત્રના જાપથી રોગોમાંથી છૂટકારો મળે છે તથા વ્યક્તિ દીર્ધાયુ થાય છે.

ઉપાય-1

શિવરાત્રિ પર રાત્રે કોઈ પણ શિવ મંદિરમાં દીપક પ્રગટાવો. શિવપુરાણ અનુસાર, કુબેર દેવે પૂર્વ જન્મમાં રાત્રિના સમયે શિવલિંગની પાસે દીવો પ્રગટાવ્યો હતો. જેના કારણે આવતા જન્મમાં તેઓ દેવતાઓના કોષાધ્યક્ષ બન્યાં.

ઉપાય-2

હનુમાનજીને ભગવાન શિવના જ અંશઅવતાર માનવામાં આવે છે. શિવરાત્રિના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી હનુમાનજી અને શિવજીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. જેની કૃપાદ્રષ્ટિથી ભક્તની દરેક પરેશાનીઓ દૂર થાય છે.

ઉપાય-3

જળમાં કેસર ભેળવીને પાણી શિવલિંગ પર ચઢાવવુ જોઈએ. આ ઉપાયથી વિવાહ અને વૈવાહિક જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ પ્રાપ્ત થાય છે.

ઉપાય-4

શિવલિંગ પર દૂર્વા ચઢાવો. જેનાથી શિવજી અને ગણેશજીની કૃપાથી સુખ-સમૃદ્ધિ વધે છે.

ઉપાય-5

શિવલિંગ પર જળ ચઢાવતી સમયે કાળા તલ ચઢાવવા. આ ઉપાયથી શનિ દોષ અને રોગ દૂર થાય છે.

ઉપાય-6

જલ્દી લગ્ન માટે પીળા વસ્ત્ર ધારણ કરવા માટે શિવ પૂજન કરો, શિવલિંગ પર 108 બિલીપત્ર અર્પણ કરવા. દરેક બિલીપત્રની સાથે “નમ:શિવાય” કહો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter