આજે મહાશિવરાત્રી, ભૂલથી પણ ન કરો આ 10 કામ નહી તો કોપાયમાન થઇ જશે ભોળેનાથ

આજે માહશિવરાત્રીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. મહાશિ વરાત્રીનો પર્વ ભગવાન શિવનો સૌથી મોટો અને મહત્વપૂર્ણ પર્વ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવની આરાધનાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે અને તમામ સંકટોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે ભદવાન શિવ જેટલાં જલ્દી પ્રસન્ન થાય છે એટલાં જ જલ્દી કોપાયમાન પણ થાય છે. તેથી આજે  10 કામ ભૂલથી પણ ન કરવા જોઇએ.

મહાશિવરાત્રિ દિવસે વહેલી સવારે ઉઠવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે મોડે સુધી લોકો ઊંઘતા લોકો પર શિવજી ગુસ્સે થઈ જાય છે. સાથે જ સ્નાન કર્યા વગર આ દિવસે કંઇપણ ખાશો નહીં.

શિવરાત્રી પર કાળા રંગના કપડાં પહેરવા અશુભ માનવામાં આવે છે. તેથી આ દિવસે કાળા કપડા પહેરવાનું ટાળો.

ભગવાન શિવને ભૂલથી પણ ચંપા અને કેતકીના ફૂલ અર્પણ ન કરવા જોઇએ કારણ કે એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવે આ ફુલોને શાપિત કર્યા હતાં.

ભગવાન શિવની પૂજામાં ભૂલથી પણ તૂટેલા ચોખા ન ચડાવવા જોઇએ. અક્ષતનો અર્થ થાય છે અતૂટ ચોખા, તે પૂર્ણતાના પ્રતીક છે. તેથી શિવજીને અક્ષત ચડાવતી વખતે તે જોઇ લો કે ચોખા તૂટેલા ન હોવા જોઇએ.

શિવલિંગ પર અભિષેક હંમેશા એવા પાત્રથી કરવો જોઇએ જે સોના, ચાંદી અથવા કાંસાના બનેલા હોય. અભિષેક માટે ક્યારે સ્ટીલ, પ્લાસ્ટિકના પાત્રનો પ્રયોગ ન કરો.

ભોળેનાથને કોઇપણ ફળ અર્પિત કરી શકાય છે પરંતુ શિવરાત્રી પર બોર જરૂરથી અર્પિત કરો કારણ કે બોરને ચીરકાળના પ્રતીક માનવામાં આવે છે.

માન્યતા છે કે મહાશિવરાત્રી પર શિવલીંગ પર ચડાવવામાં આવતા પ્રસાદને ગ્રહણ કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે. તેથી શિવલીંગ પર ચડાવવામાં આવેલા પ્રસાદને ગ્રહણ ન કરવો જોઇએ.

શિવરાત્રી દરમિયાન ભૂલથી પણ ચોખા, ઘઉં વગેરે વસ્તુઓનું સેવન ન કરો. આ દિવસે ફળ, દૂધ, ચા, કૉફીનું જે સેવન કરવું જોઇએ.

શિવલીંગ પર ક્યારેય તુલસીપત્ર અર્પણ ન કરવા જોઇએ. શિવલીંગ પર દૂધ ચડાવતા પહેલાં તે ધ્યાન રાખો કે પેકેટના દૂધનો ઉપયોગ ન કરો તથા શિવલીંગ પર ઠંડા દૂધનો જ અભિષેક કરો.

મહાશિવરાત્રી પર રાત્રી જાગરણનું પણ અનેરુ મહત્વ છે. તેથી આ દિવસે લોકો સુવાના બદલે જાગરણ કરે છે. જાગરણમાં આખી રાત શિવના ભજન ગાઇને આરતી કરો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter