સોશિયલ મીડિયા પર મહારેલીનો મજાક એ રીતે ઉડી રહ્યો છે કે… Photo જોઈ હસી હસીને લોટપોટ થઈ જશો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોદી સરકારને પોતાની તાકાત બતાવવા માટે મહા રેલીનુ આયોજન કર્યુ. જેમાં કોંગ્રેસ, બસપા, રાકાંપા, રાજદ સહીત 15 પાર્ટીઓના નેતાએ ભાગ લીધો. જોકે, ભાજપ દ્વારા આ રેલીને પાખંડ શો કહેવામાં આવ્યો. ત્યાંજ સોશિયલ મીડિયા પર આ મહારેલીની ધણી ચર્ચામાં છે. યૂઝર્સ વિપક્ષી એકતાની જોરદાર મજાક ઉડાવી રહ્યા છે. તમે જુઓ આ મેગા શોને લઈને લોકોનો શું મંતવ્ય છે.

મહત્વનું છે કે કોલકત્તામાં મમતા બેનર્જીના ગઢમાં યોજાયેલી મહારેલીમાં એક મંચ પર વિપક્ષનો સૌથી મોટો જમાવડો જોવા મળ્યો હતો. આશરે આઠ લાખ લોકોની હાજરીમાં યોજાયેલી આ રેલીમાં પૂર્વ વડાપ્રધાન દેવગૌડા, શરદ પવાર, ફારૂખ અબ્દુલ્લા, શરદ યાદવ, ચંદ્રાબાબુ નાયડુ, અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

કોંગ્રેસે આ મહારેલીને સમર્થન આપ્યું હતું પણ રાહુલ કે સોનિયા ગાંધી હાજર રહ્યા ન હતા. તેમના પ્રતિનિધિ તરીકે અભિષેક મનુ સિંઘવી ઉપસ્થિતિ રહ્યા હતા. તો ગુજરાતમાંથી પાસ નેતા હાર્દિક પટેલ અને અપક્ષના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ હાજરી આપી હતી. તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી લોકસભા ચૂંટણી પહેલાં વિપક્ષની એકજૂથતા દર્શાવવા માટે કોલકાતામાં મહારેલી યોજાઇ હતી.

એન્ટી-બીજેપી રેલીમાં કોંગ્રેસ, બસપા, એનસીપી સહિત 20થી વધારે પક્ષને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. તેમાંથી 11 વિપક્ષની પાર્ટીના નેતાઓ કોલકાતા પહોંચી ગયા હતા. મમતાએ આ રેલીને ભાજપ માટે લોકસભા ચૂંટણી પહેલાની ‘મોતની દસ્તક’ ગણાવી હતી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter