GSTV
Gujarat Government Advertisement

Big Breaking : ગીરનારની લીલી પરીક્રમાને લઇને મોટા સમાચાર, કલેકટર લઇ શકે છે આ નિર્ણય

Last Updated on November 5, 2019 by

મહા વાવાઝોડાના કારણે લીલી પરિક્રમા પર સંકટના વાદળ ઘેરાયા છે. ભારે વરસાદના કારણે પરિક્રમા રદ્દ થવાની સંભાવના છે. જિલ્લા કલેક્ટરના જણાવ્યા પ્રમાણે વરસાદના કારણે જંગલના કાચા રસ્તા ઉપર ચાલવું અશક્ય છે અને પરિક્રમાના રૂટ ઉપરના નદી નાળા પરથી પસાર થવું મુશ્કેલ બનશે. જેથી મહત્વના નિર્ણય લેવામાં આવી શકે છે. જો આ લીલી પરિક્રમાં રદ થઈ તો ઇતિહાસમાં પ્રથમવાર આ પરંપરા તૂટશે. ગીરનારની લીલી પરિક્રમા માટે તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. વહીવટીતંત્રે એડવાન્સમાં લીલી પરિક્રમા કરવા પર સ્પષ્ટ મનાઈ ફરમાવી દીધી છે. 8મીથી લીલી પરિક્રમા ચાલુ થશે ત્યાં કલેક્ટરે આ ડર દાખવતાં લીલી પરિક્રમા રદ થવાની સંભાવના છે.

  • ઇતિહાસમાં પ્રથમવાર તૂટશે આ લીલી પરિક્રમાની પરંપરા
  • મહાવાવાઝોડાને કારણે રદ થઈ શકે છે ગીરનારની પરીક્રમા
  • વરસાદને કારણે જંગલમાં કાચા રસ્તા પર ચાલવું અશક્ય
  • ગીરનારની લીલી પરિક્રમાને લઇને મોટા સમાચાર

દસ લાખ જેટલા ભાવીકો આવે છે

પ્રકૃતિના ખોળે યોજાતી પરિક્રમામાં દસ લાખ જેટલા યાત્રિકો ઉમટી પડે છે. પરિક્રમા કરવા આવતાં યાત્રિકો માટે વિવિધ સંસ્થાઓ મંદિરો સમાજો દ્વારા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવતા હોય છે. 24 કલાક હરિહરની હાકલ પડે છે. થોડા થોડા અંતરે જ અન્નક્ષેત્રો ધમધમતા હોય છે. જ્યાં યાત્રિકોને ગરમાગરમ દાળ ભાત શાક રોટલી કઢી ખીચડી પીરસવામાં આવે છે. આ માટે વનવિભાગે 76 અન્નક્ષેત્રોને મંજૂરી આપવામાં આવી છે. અન્નક્ષેત્રના સંચાલકો પરિક્રમા શરૂ થાય તે પહેલાં જ પોતાનું કરિયાણા સહિત તમામ માલ સામાન લઈ સ્વયંસેવકો સાથે જંગલના રસ્તાઓ પરથી મહામહેનતે પહોંચાડીને મંડપ લાઈટ પાણી સહિતની સુવિધાઓ તૈયાર રાખતા હોય છે.

તમામ તૈયારીઓ થઈ ચૂકી છે પૂર્ણ

ગરવા ગિરનારની ગોદમાં પરંપરાગત રીતે યોજાતી લીલી પરિક્રમાને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. વનવિભાગ અને સમગ્ર વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. સાધુઓએ અલખના ધૂણા શરૂ કરી દીધા છે.

વનવિભાગે પણ કરી લીધી છે પરિક્રમા માર્ગની મરમ્મત

લાખો લોકોની આસ્થા સાથે જોડાયેલી ગિરનારની લીલુડી પરિક્રમાને શરૂ થઈ રહી છે. ત્યારે વનવિભાગે પરિક્રમાના તમામ માર્ગોની મરામત કરી દીધી છે. આ વર્ષે કુદરતની મહેરબાનીને કારણે વરસાદ પણ ખુબ સારો થયો હોવાથી પરિક્રમાર્થીઓને પાણીની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. તેમ છતાં પણ યાત્રિકો માટે વનવિભાગ અને પાણી પુરવઠા બોર્ડે પાણીની ટાંકીઓ મૂકી છે. સાધુઓએ બમ ભોલેના નાદ સાથે ધૂણી ધખાવી દીધી છે. અનેક લોકો પણ નિયત તારીખના બે-ત્રણ દિવસ પહેલા આવીને પરિક્રમા કરતા હોય છે. પરંતુ આ વર્ષે વાવાઝોડાની અસરને કારણે તંત્ર દ્વારા નિયત કરાયેલી આઠ નવેમ્બરે જ દ્વાર ખોલવા આદેશ આપ્યા છે.

અનેરૂ મહત્વ છે લીલી પરિક્રમાનું

આ લીલી પરિક્રમાનું અનેરૂ મહત્વ છે. માનવામાં આવે છે કે ગિરનારમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે. અને તેઓ દેવ ઉઠી એકાદશીની રાત્રીએ ગિરનારમાં જાગતા હોય છે. જેથી આ સમયે ગિરનારની પરિક્રમા કરવાનું વિશેષ મહત્વ છે. પરિક્રમા કરવાથી પાપનો નાશ થાય છે. આ સમયે પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી હોય છે.. પવિત્ર પરિક્રમા લાખો શ્રદ્ધાળુઓ પુણ્યનું ભાથું બાંધે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સૂર્યાસ્ત પછી ક્યારેય ના કરશો આ પાંચ કામ, નહીં તો ધન સમૃદ્ધિના નાશ સાથે થશે આ મોટું નુકસાન

Harshad Patel

એલઆઈસીની પોલિસી પર આ રીતે લઈ શકો છો પર્સનલ લોન, નહીં રહે હપ્તા ભરવાની કોઈ જંજટ

Vishvesh Dave

પ્રોપર્ટી ટ્રાન્સફર કરાવવામાં પડી રહી છે મુશ્કેલી, આ સાવ સરળ 4 ટ્રીક અપનાવીને તમારું ટેન્શન દૂર કરો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!