મહા વાવાઝોડું દરિયામાં નબળુ પડ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મહા વાવાઝોડુ વેરાવળથી 680 કિલોમીટર દુર છે અને દીવથી 720 કિલોમીટર દૂર છે. કાલથી વાવાઝોડુ સૌરાષ્ટ્ર દરિયા કિનારે આગળ વધશે. જોકે, વાવાઝોડુ દરિયામાં નબળુ પડી રહ્યુ છે. વાવાઝોડુ જ્યારે સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે ત્યારે 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. જેથી ભાવનગરમાં સૌથી વધારે અને જૂનાગઢ, ગીર સોમનાથમાં વાવાઝોડાની સામાન્ય અસર વર્તાશે, આ ઉપરાંત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં ભારે વરસાદ પડશે. વાવાઝોડું સાતમી નવેમ્બરની વહેલી સવારે ગુજરાતમાં પ્રવેશ કરશે. જેને પગલે સરકાર કોઈ આ બાબતે કચાશ રાખવા માગતી નથી. 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહીને પગલે કાચા મકાનો ઉડી જવાની પૂરી સંભાવના છે.
જેને પગલે રૂપાણી સરકારે અમરેલીથી પોરબંદર સુધીના દરિયા કિનારના વિસ્તારોમાં કાચા મકાનમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાનો સરકારે નિર્ણય લીધો છે. દરિયા કિનારે રહેતા અગરિયા અને બંદરો પર કામ કરતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. આવતીકાલથી સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સૌરાષ્ટ્રમાં મહા વાવાઝોડાને લઇને તંત્ર દ્વારા હાઇએલર્ટ જાહેર કરી દેવાયું છે અને તમામ માછીમારોને દરીયો ન ખેડવાની સૂચના અપાઇ છે તેમજ જો કોઇ માછીમાર દરીયામાં માછલી પકડવા જશે તો ત્રણ મહીના સુધી લાયસન્સ રદ કરાશે તેવી ફિશરીઝ વિભાગ દ્વારા કડક કાયઁવાહી હાથ ધરવામાં આવેલ છે ત્યારે હજારોની સંખ્યામાં બોટોના ખડકલા બંદર પર જોવા મળી રહ્યા છે.. ત્યારે ગીર સોમનાથ જીલ્લામા માછીમારોની વાત કરવામાં આવે તો 10,477 જેટલી નાની મોટી બોટો છે જેમા મોટાભાગની બોટો, પીલાણીઓ બંદરો પર આવી ગયેલ છે. જેમાંની ફિશરીઝ કચેરીએથી ટોકન આપેલી 3051 બોટો બહાર ગયેલી હતી ,એમાંથી મોટાભાગની બોટો નજીકના દરીયા કિનારે આવી ગયેલ છે પરંતુ બોટ એશોશીએશન ના સંપર્કથી 2,783 જેટલી બોટો આ વિસ્તારની દેવગઢ, પોરબંદર, રત્નાગીરી, ગોવા અને જખ્ખો બંદર ખાતે આવી ગયેલ છે હાલ એકપણ બોટ દરીયામાં નથી.
બંદર પર હજારોની સંખ્યામાં બોટોના ખડકલા
જીલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પણ 200થી વધુ અધિકારીઓની મહત્વની મિટીંગ બોલાવવામાં આવી હતી .જેમા તમામ અધિકારીઓને ચોવીસ કલાક રાઉન્ડ ધ કલોક ફરજ પર રહેવાની તેમજ કોસ્ટગાર્ડ, મરીન પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. અને સાસણ ગીર, સોમનાથ અને દિવમા આવતા ટુરીસ્ટોને પણ પ્રવાસ ન કરવા તંત્ર દ્વારા અપીલ કરાઇ છે .ત્યારે હાલતો બંદર પર હજારોની સંખ્યામાં બોટોના ખડકલા જોવા મળી રહ્યા છે. હાલ દરીયામા કરંટ હોવાને કારણે અને ઉંચા મોજા ઉછળતા હોવાથી બંદરો પર બે નંબરનું સીગ્નલ પણ લગાડવામાં આવેલ છે.
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો